Western Times News

Gujarati News

દહેગામ તાલુકાના સાંપા ગામમાં તળાવમાં ડૂબતા બે સગા ભાઇઓ સહિત ત્રણ યુવકોના મોત

ગાંધીનગર, ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સાંપા ગામમાં આવેલ તળાવમાં મોડી રાતે ન્હાવા પડેલા બે સગા ભાઇ સહિત ત્રણ લોકો ડૂબી જતા મોતને ભેટ્યા હતા. સાંપા ગામના ચાર યુવકો સહિત છ લોકો તળાવ કિનારે મોડી રાતે જમવા ગયા હતા.

આ દરમિયાન બે યુવકો ન્હાવા પડ્યા હતા. જાે કે અચાનક પાણીમાં ગરકાવ થતાં અન્ય એક યુવક બચાવવા પડતા ત્રણેય યુવકો ઉંડા પાણીમાં ડૂબી ગયા હતા. આ અંગેની જાણ થતાં મોટી સંખ્યામાં ગામજનો તળાવ કિનારે એકઠા થઇ યુવકોની શોધખોળ હાથ ધરી હતી.

જાે કે કોઇ પત્તો ન લાગતા રખિયાલ પોલીસને જાણવાજાેગ ફરિયાદ કરવામાં આવી હતી. દરમિયાન, પોલીસે તરવૈયા લઇ શોધખોળ હાથ ધરતા સવારે ત્રણેય મૃતદેહો મળી આવ્યા હતા. તો બીજી તરફ મહેફિલ માણ્યા બાદ યુવકો રાતે તળાવ કિનારે જમાવોના પોગ્રામ બનાવ્યો હતો. નશાની હાલતમાં આ દુર્ઘટના સર્જાઇ હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

વિગત મુજબ, દહેગામ તાલુકાના સાંપા ગામમાં મોડી રાતે મોટી દુર્ઘટના સર્જાઇ હતી. તળાવમાં ડૂબતા બે સગા ભાઇઓ સહિત ત્રણ જુવાન જાેધ યુવકોના મોત થયા હતા. મોડી રાતે ગામમાં રહેતા ચાર યુવકો તેમજ અમદાવાદના બે લોકો સહિત કુલ છ લોકો તળાવ કિનારે જમવા ગયા હતા. આ દરમિયાન સંજય ગોવિંદભાઇ પટેલ તેમજ કુલદિપ અંબાલાલ પટેલ ન્હાવવા પડ્યા હતા. અચાનક પાણીમાં ડૂબવા લાગતા કુલદિપનો ભાઇ યોગેશ અંબાલાલ પટેલ બચાવવા પાણીમાં કુદ્યો હતો. જાે કે ઉંડા પાણીના વહેણમાં ત્રણેય યુવકો ગરકાવ થઇ ગયા હતા.

તો બીજી તરફ તળાવ કિનારે બેઠેલા અમદાવાદના બે યુવકો ત્યાંથી ભાગી ગયા હતા. જ્યારે સાંપા ગામનો એક યુવક જગદિશ ભાઇ પટેલ ગામમાં જઇ સમગ્ર ઘટનાને વાકેફ કરતા આખું મોડી રાતે તળાવ કિનારે દોડી આવ્યું હતું. તળાવ કિનારે બિનવારસી હાલતમાં એક્ટિવા મળી આવી હતી. દરમિયાન લાંબી શોધખોળ બાદ પણ કોઇ પત્તો ન લાગતા નજીકના રખિયાલ પોલીસને જાણ કરી હતી. આ અંગેની જાણ થતાં જ રખિયાલ તરૈવયાઓને લઇ સ્તળ પર પહોંચી શોધખોળ હાથ ધરી હતી. જાે કે વહેલી સવારે ત્રણેય યુવકોના મૃતદેહ મળી આવ્યા હતા.

પોલીસની પ્રાથમિક તપામાં પાણીમાં ગરકાવ થતાં ત્રણેય યુવકોના મોત થયા હોવાનું જાણવા મળ્યું હતું. તો બીજી તરફ સૂત્રો મજબ, દુર્ઘટના દરમિયાન હાજર જગદિશ પટેલે કબૂલાત કરી હતી કે, સાંપા ગામના ચાર યુવકો તેમજ અમદાવાદના બે લોકો સહિત છ લોકોએ ભેગા મળીને દારૂની મહેફિલ માણી હતી. બપોર બાદ મહેફિલ માણ્યા બાદ રાતે જમવાનો પોગ્રામ ગોઠવ્યો હતો. ત્યારે હોટલમાંથી જમવાનું મંગાવી તળાવ કિનારે ભેગા થયા હતા. ત્યારે નશાની હાલતમાં સંજય પટેલ તેમજ કુલદિપ પટેલ ન્હાવવા પડ્યા હતા.

આ દરમિયાન બન્ને પાણીમાંથી બહાર આવી શક્યા નહતા. ત્યારે કુલદિપનો ભાઇ યોગેશ પટેલ બચાવવા પાણીમાં જતા ત્રણેય લાપતા થઇ ગયા હતા. બીજી તરફ અમદાવાથી મહેફિલ માણવા આવેલા સંજય ભાઇ તેમજ અન્ય એક સંબંધી ત્યાંથી ભાગી ગયા હતા. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી. તો બીજી તરફ એક જ પરિવારના બે સગા ભાઇઓ સહિત ત્રણ લોકોના મોતથી પરિવારમાં ગમગીનનો માહોલ છવાયો હતો. હાલ આ મામલે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.