Western Times News

Gujarati News

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેથી ૧૨૦૦ કરોડની આવક થશે

નવી દિલ્હી, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ મંત્રી (એમઓઆરટીએચ) નીતિન ગડકરીએ દાવો કર્યો છે કે, દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ શરૂ થયા બાદ સરકારને દર મહિને ટોલ તરીકે ૧,૦૦૦થી ૧,૫૦૦ કરોડ રૂપિયાની આવક થશે. એટલે કે, આ એક્સપ્રેસ વેથી દર વર્ષે આશરે ૧૨,૦૦૦ કરોડ રૂપિયા સરકારના ખજાનામાં આવશે. આ એક્સપ્રેસ વે ૨૦૨૩માં શરૂ થવાની ધારણા છે. ગડકરીએ તાજેતરમાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર પ્રગતિની સમીક્ષા કરવા માટે પ્રવાસ કર્યો હતો.

દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આર્થિક રાજધાની મુંબઈને જાેડતા આ એક્સપ્રેસ વેને વિશ્વનો સૌથી મોટો એક્સપ્રેસ વે ગણાવવામાં આવી રહ્યો છે. તેનું નિર્માણ ‘ભારતમાલા પરિયોજના’ના પ્રથમ તબક્કા હેઠળ કરવામાં આવી રહ્યું છે.

આ સાથે, દિલ્હી અને મુંબઈ વચ્ચે મુસાફરીનો સમય હાલના ૨૪ કલાકથી ઘટીને અડધો એટલે કે ૧૨ કલાક થઈ જશે. તે વિશ્વનો સૌથી લાંબો એક્સપ્રેસ વે હશે. આ આઠ લેન એક્સપ્રેસ વેની લંબાઈ ૧૩૮૦ કિમી હશે. તે જવાહરલાલ નહેરુ પોર્ટ ટ્રસ્ટ સુધી જશે પરંતુ સરકાર તેને નરીમન પોઇન્ટ સુધી બનાવવાની યોજના બનાવી રહી છે.

આ એક્સપ્રેસ વે ગુજરાત (૪૨૬ કિમી), રાજસ્થાન (૩૭૩ કિમી), મધ્ય પ્રદેશ (૨૪૪ કિમી), મહારાષ્ટ્ર (૧૭૧ કિમી), હરિયાણા (૧૨૯ કિમી) અને દિલ્હી (૯ કિમી)થી પસાર થશે. આનાથી દેશની રાજધાની અને નાણાકીય રાજધાની વચ્ચે મુસાફરીનો સમય અડધાથી પણ ઓછો થઈ જશે.

હાલમાં, દિલ્હી અને મુંબઈ વચ્ચે ટ્રક દ્વારા ૪૮ કલાક અને કાર દ્વારા ૨૪ થી ૨૬ કલાક લાગે છે. એકવાર એક્સપ્રેસ વે બન્યા પછી કાર દ્વારા ૧૨થી ૧૩ કલાક અને ટ્રક દ્વારા ૧૮થી ૨૦ કલાક લાગશે. એક્સપ્રેસ-વે પાછળ અંદાજિત કિંમત ૯૮,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ છે. જાે તેનાથી એક વર્ષમાં રૂ. ૧૨,૦૦૦ કરોડની આવક થાય તો તેની કિંમત લગભગ ૮ વર્ષમાં વસૂલ થઈ જશે.

આનાથી નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (એનએચએઆઈ)ને તેના દેવાનો બોજ ઓછો કરવામાં મદદ મળશે. માર્ચમાં વિભાગ સાથે સંકળાયેલ પરિવહન, પ્રવાસન અને સંસ્કૃતિ પર સંસદીય સ્થાયી સમિતિએ જણાવ્યું હતું કે તેણે એનએચએઆઈ પર રૂ. ૯૭,૧૧૫ કરોડની કર જવાબદારી અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ વર્ષે માર્ચના અંત સુધીમાં એનએચએઆઈનું કુલ દેવું વધીને ૩,૦૬,૭૦૪ કરોડ રૂપિયા થઈ ગયું છે.

ગડકરીનું કહેવું છે કે એનએચએઆઈની ટોલ આવક ૫ વર્ષમાં વાર્ષિક ૧.૪૦ લાખ કરોડ રૂપિયા સુધી પહોંચી જશે. જે હવે ૪૦,૦૦૦ કરોડ રૂપિયા છે. એનએચએઆઈએ દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વેના નિર્માણ અને કામગીરી માટે નાણાં પૂરા પાડવા માટે સ્પેશિયલ પર્પલ વીકલ (એસવીપી)ની રચના કરી છે. તે ગયા વર્ષે ઓગસ્ટમાં ડીએમઈ ડેવલપમેન્ટ લિમિટેડ (ડીએમઈડીએલ)ના નામે રજિસ્ટ્રર્ડ હતું. આ એનએચએઆઈની સંપૂર્ણ માલિકીની કંપની છે.

આ જ મોડલ એનએચઆઈએના કેટલાક વધુ પ્રોજેક્ટ્‌સ માટે અપનાવવામાં આવશે. અગાઉ આ પ્રોજેક્ટ્‌સ બિલ્ડ-ઓપરેટ-ટ્રાન્સફર (બીઓટી) મોડમાં બનવાના હતા. જાે કોઈ પ્રોજેક્ટ એસવીપી મોડમાં આવે છે, તો એનએચઆઈએ અથવા કોન્ટ્રાક્ટર કંપનીને બદલે એસવીપી સીધું ફંડ એકત્રિત કરશે. આ એક્સપ્રેસ વે પર ૯૩ સ્થળોએ વેસાઈડ એમેનિટીસ હશે. તેમાં હોટલ, એટીએમ, ફૂડ કોર્ટ, છૂટક દુકાનો, ફ્યુઅલ સ્ટેશન અને ઇલેક્ટ્રિક વાહનો માટે ચાર્જિંગ સ્ટેશન હશે.

દરેક ૧૦૦ કિમીના અંતરે હેલીપેડ અને અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ ટ્રોમા સેન્ટર ધરાવતો આ દેશનો પ્રથમ એક્સપ્રેસ વે હશે. આ એક્સપ્રેસ વે પર ગ્રીન કવર હશે જેમાં ૨૦ લાખ વૃક્ષો વાવવામાં આવશે.

સમગ્ર એક્સપ્રેસ વે પર દર ૫૦૦ મીટર પર વરસાદી પાણી સંગ્રહ પદ્ધતિ સાથે ટપક સિંચાઈ પૂરી પાડવામાં આવશે. તે દેશના અન્ય ઘણા એક્સપ્રેસ વે સાથે જાેડાયેલ હશે. આ એક્સપ્રેસ વે પર નર્મદા નદી પર ૮ લેનનો પુલ બનાવવામાં આવશે, જે દેશમાં આ પ્રકારનો પ્રથમ હશે. આ દેશનો પ્રથમ એક્સપ્રેસ વે હશે જેમાં જંગલી પ્રાણીઓ માટે વન્યજીવન કોરિડોર હશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.