Western Times News

Gujarati News

એએમટીએસમાં વેક્સિન લીધેલાને જ પ્રવેશ અપાયો

પ્રતિકાત્મક

અમદાવાદ, નો વેક્સિન નો એન્ટ્રી અભિયાનનો આજથી પ્રારંભ થયો છે. અમદાવાદ મહાનગર પાલિકાએ એએમટીએસ, બીઆરટીએસ, ગાર્ડન અને મહાનગર પાલિકાની ઓફિસ ખાતે વહેલી સવારથી ચેકીંગ હાથ ધર્યું હતું. જે વ્યક્તિ બસમાં મુસાફરી કરવી હોય કે ગાર્ડનમા પ્રવેશ અથવા એએમસી બિલ્ડીગમા પ્રવેશ પહેલા કોરોના વેક્સિન સર્ટિફિકેટ બતાવું ફરજીયાત રહેશે.

જાે વેક્સિન નહી લીધી હોય તે કર્મચારી કે અન્ય વ્યક્તિને સ્થળ પર જ વેકિસન અપાશે. એએમસીની ગાર્ડન વિભાગના ડાયરેક્ટર જીગ્નેશ પટેલ જણાવ્યુ હતુ કે, અમદાવાદ શહેરની આવેલા ૨૮૩ ગાર્ડનમા સવારથી જ ગાર્ડન વિભાગની ટીમ પહોંચી છે . જે વ્યક્તિ કોરોના વેકિસન સર્ટિફિકેટ બતાવશે . તે જ વ્યક્તિ પ્રવેશ અપાઇ રહ્યો છે .

તેમજ કેટલાક લોકો મોબાઇલ સાથે ન લાવ્યા હોય કે પછી તેઓ કોઇ પુરાવા નહી અપાયા તેઓને પ્રવેશ નહી અપાયા. બીઆરટીએસ જનરલ મેનેજર વિશાલ ખન્નામાએ જણાવ્યુ હતુ કે, શહેરમાં ૧૬૩ બીઆરટીએસ સ્ટેશન પર સિક્યુરટી ગાર્ડ , બીઆરટીએસ સ્ટાફ ચેકીંગ કરી રહ્યા છે. એએમસી કમિશનર મુકેશ કુમાર દ્વારા સરક્યુલર કરવામાં આવ્યો છે જેનો અમલ સવારથી કરવામાં આવી રહ્યો છે. ૧૫ થી વધુ બીઆરટીએસ સ્ટેશન પર વેકિસન કેમ્પ પણ શરૂ કરાયો છે.

એએમટીએસ ડેપ્યુટી જનરલ મેનેજર આર એલ પાંડે જણાવ્યુ હતુ કે એએસટીએસમી ૬૦૦ બસ આજે ઓન રોડ મુકાઇ છે . બસ સ્ટેશન પર હોર્ડિગ મારી દેવાયા છે. નો વેકિસન નો એન્ટ્રી . તેમજ દરેક બસ દીઠ એક સ્ટાફ મુકાયો છે તે ચેકીંગ હાથ ધરશે. તેમજ મુખ્ય બસ ટર્મિનલ પર જ સ્ટાફ ચેકીંગ કરી રહ્યો છે.

તેમજ વેક્સિન ન લીધી હોય તેઓને ત્યા સ્થળ પર જ વેકિસન અપાઇ રહી છે. બહારથી આવતા પ્રવાસીઓ ચોક્કસ એક પરેશાન થશે. પરંતુ આ અભિયાનથી લોકો વક્સિન મેળવી લે તે પ્રયાસ છે. અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા વેક્સિન મહા અભિયાન અંતર્ગત મહત્વ પૂર્વ ર્નિણય કર્યો છે.

વેકિસનનો પ્રથમ ડોઝ ન લીધો હોય અને બીજા ડોઝનો સમય થયો હોય છતા ના લીધો તેવા વ્યક્તિ એએસસીની બિલ્ડીગ સહિત એએમટીએસ અને બીઆરટીએસ પ્રવેશ અપાશે નહી. મહાનગર પાલિકા કમિશનર મુકેશ કુમારે તમામ વિભાગના વડાઓ સરક્યુલર કરી જાણ કરી છે. કર્મચારી એએસમી તમામ બિલ્ડીગમા પ્રવેશતા પહેલા વેકિસન સર્ટિફિકેટ બતાવુ ફરજીયાત હશે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.