Western Times News

Gujarati News

રાકેશ અને શમિતાના સંબંધો ક્યુટ લાગે છે: કાશ્મિરા

મુંબઈ, બિગ બોસ ઓટીટીનો ભલે અંત આવી ગયો હોય, પરંતુ તેના સભ્યો અને સભ્યો વચ્ચે જાેડાયેલા સંબંધોની ચર્ચા હજી પણ ચાલી રહી છે. બિગ બોસ ઓટીટીની પહેલી સીઝનની વિજેતા દિવ્ય અગ્રવાલ બની છે. આ સીઝનમાં શમિતા શેટ્ટી અને રાકેશ બાપટ પણ મજબૂત ઉમેદવાર હતા. શમિતા અને રાકેશના સંબંધોની ચર્ચા સોશિયલ મીડિયા પર ખૂબ થઈ રહી છે.

જ્યારે આ સીઝન ચાલી રહી હતી ત્યારે ટીવી અભિનેત્રી કાશ્મિરા શાહે બન્નેની જાેડી પર એક કમેન્ટ કરી હતી. પરંતુ હવે તે આ જાેડીના વખાણ કરી રહી છે. પહેલા કાશ્મિરા શાહે રાકેશ અને શમિતાની જાેડી પર નકારાત્મક ટિપ્પણી કરી હતી, પરંતુ હવે તેના સુર બદલાયેલા લાગે છે. હવે કાશ્મિરાએ રાકેશ અને શમિતાની જાેડીના વખાણ કર્યા છે અને તેમને શુભકામનાઓ પણ પાઠવી છે.

કાશ્મિરાએ ટિ્‌વટ કરીને લખ્યું કે, રાકેશની જર્નીનો વીડિયો જાેઈને હું કહીશ કે શમિતા શેટ્ટી અને તે એક સાથે ઘણાં ક્યુટ લાગે છે. આશા છે કે તેઓ એકબીજાના પ્રેમને શોધી કાઢશે અને બિગ બોસના ઘરની બહાર પણ પોતાના સંબંધોને જીવતા રાખશે.

ઉલ્લેખનીય છે કે શૉ દરમિયાન પણ કાશ્મિરાએ શમિતા અને રાકેશ પર કમેન્ટ કરી હતી. તેણે કહ્યુ હતું કે રાકેશ જાેરુનો ગુલામ બનવાની તૈયારીમાં છે, કારણકે શમિતા થોડી દબંગ લાગે છે. કાશ્મિરાની આ કમેન્ટ પર રાકેશ બાપટની પૂર્વ પત્ની રિદ્ધિ ડોગરાએ જવાબ આપ્યો હતો.

રિદ્ધિએ લખ્યુ હતું કે, મહેરબાની કરીને આવી અભદ્ર કમેન્ટ્‌સ ના કરો. ઉલ્લેખનીય છે કે રાકેશ અને શમિતાના બિગ બોસના ઘરમાં ઘણાં સારા સંબંધો હતા. તેમની વચ્ચે તકરાર પણ જાેવા મળી હતી, પરંતુ તેમના રોમાન્સની ચર્ચા ચારે બાજુ ચાલી રહી છે. તેમની જાેડીએ લાકો લોકોનાં દિલ જીત્યા છે. ફિનાલે એપિસોડમાં પણ રાકેશ અને શમિતાએ એક રોમાન્ટિક પર્ફોમન્સ આપ્યુ હતું જેના ખૂબ વખાણ થયા હતા. લોકો આ જાેડીને પસંદ કરી રહ્યા છે. હવે બિગ બોસના ઘરમાંથી બહાર નીકળ્યા પછી તેમના સંબંધો કેવા રહે છે તે જાેવાની વાત છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.