Western Times News

Gujarati News

અમદાવાદમાં વહેલી સવારે ગાજવીજ સાથે વરસાદ

File

અમદાવાદ, અમદાવાદમાં વહેલી સવારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જાે કે, ૩૦ મીનિટની ધમાકેદાર બેટિંગ કર્યા બાદ વરસાદ બંધ થઈ હતો. ત્યારે વહેલી સવારે અમદાવાદના ગોતા, ચાંદલોડિયા, સેટેલાઈટ, ઘાટલોડિયા, બોડકદેવ, સરસપુર, મણિનગર, એસજી હાઈવે, મકરબા, થલતેજ, ચાંદખેડા, બાપુનગર, વેજલપુર, વસ્ત્રાલ સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

જાે કે, શહેરમાં મોડી રાતથી ધીમીધારે વરસાદ પડી રહ્યો હતો. અમદાવાદમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ જાેવા મળી રહ્યું છે. ત્યારે ગઈકાલે શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં સારો વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં મોસમનો સરેરાશ ૫૫ ટકા સાથે ૧૫ ઇંચ વરસાદ નોંધાયો છે.

જ્યારે શહેરમાં હજુ પણ ૪૩ ટકા વરસાદની ઘટ જાેવા મળી રહી છે. જાે કે, હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહીમાં આગામી ૪ દિવસ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૪ દિવસ શહેરમાં વરસાદી માહોલ જામશે. શહેરમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. ત્યારે અમદાવાદમાં આજે મહત્તમ તાપમાન ૩૦ ડિગ્રી નોંધાયું હતું.

જ્યારે આગામી ૪ દિવસ શહેરમાં વરસાદી માહોલ વચ્ચે મહત્તમ તાપમાન ૨૫ ડિગ્રી સુધી જઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં આજથી ૪ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સામાન્ય વરસાદ પડી શકે છે.

જ્યારે મધ્ય ગુજરાતમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જાે કે, ગુજરાતમાં હજુ પણ ૧૮ ટકા વરસાદની ઘટ જાેવા મળી રહી છે. અમદાવાદઃ ગુજરાતમાં ૨૦ સપ્ટેમ્બરની સવાર સુધીમાં ૨૪.૮૪ ઈંચ વરસાદ પડ્યો હતો. જે અત્યારસુધીના મોસમી વરસાદનો ૭૫ ટકા જેટલો છે. કુલમાંથી ૪૩ ટકા વરસાદ સપ્ટેમ્બરના પહેલા ૨૦ દિવસમાં જ થયો હતો, જે છેલ્લા ૧૦ વર્ષની સરખામણીમાં સૌથી વધારે હતો.

સારા વરસાદના કારણે રાજ્યના અડધા ભાગમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી અછત દૂર થઈ છે, કારણ કે ગુજરાત દુષ્કાળ વર્ષ તરફ ધકેલાઈ રહ્યું હતું. હાલમાં, ૧૭ જિલ્લાઓમાં સામાન્ય અથવા વધુ વરસાદ થયો છે જ્યારે ૧૬ જિલ્લામાં ઓછો વરસાદ થયો છે.

જીએસડીએમએના ડેટા પ્રમાણે, સૌરાષ્ટ્ર ક્ષેત્રમાં મોસમી વરસાદનો ૮૮ ટકા, કચ્છમાં ૭૭ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૭૪ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૬૫ ટકા જ્યારે ઉત્તર ગુજરાતમાં ૬૦ ટકા વરસાદ વરસી ચૂક્યો છે.

અમદાવાદ મહાનગરપાલિકાના આંકડા પ્રમાણે, વિરાટનગરમાં ૧.૮૮ ઈંચ, રખિયાલમાં ૧.૮૭ ઈંચ, ઓઢવમાં ૧.૭૫ ઈંચ, દૂધેશ્વરમાં ૦.૯૮ ઈંચ, ઉસ્માનપુરામાં ૦.૯૨ ઈંચ, રાણિપ અને મોમ્કોમાં ૦.૮૮ ઈંચ અને બોપલમાં ૦.૬૧ ઈંચ વરસાદ નોંધાયો હતો.

શહેરમાં વાર્ષિક સરેરાશ ૩૧.૨૯ ઈંચની સામે ૨૩.૬૨ ઈંચ અથવા ૭૫ ટકા વરસાદ નોંધાયો હતો.વરસાદ અને વાદળછાયા વાતાવરણના કારણે સોમવારે મહત્તમ તાપમાન ૩૦.૯ ડિગ્રી નોંધાયું હતું, જે સરેરાશ કરતાં ૩.૩ ડિગ્રી ઓછું હતું. આઈએમડી ગુજરાતના હેડ મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, પૂર્વ રાજસ્થાન અને પૂર્વ રાજસ્થાનથી ઉત્તર-પૂર્વીય અરબી સમુદ્ર પર પર સાયક્લોનિક સર્ક્‌યુલેશન યથાવત્‌ છે.

‘અનુકૂળ સ્થિતિ હજી પણ રાજ્યને વરસાદ આપશે. બુધવાર બાદથી ક્યારેક ભારે વરસાદની શક્યતાની સાથે છુટોછવાયો વરસાદ પણ પડી શકે છે’, તેમ તેમણે કહ્યું હતું. શુક્રવારે ડાંગ, નવસારી અને વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે, તેમ આગાહીમાં ઉમેરવામાં આવ્યું હતું.

સોમવારે, રાતે ૮ વાગ્યા સુધીમાં છોટા ઉદેપુરમાં ૨.૮૩ ઈંચ, બોડેલીમાં ૨.૫૧ ઈંચ, પાવી જેતપુરમાં ૧.૯૬ ઈંચ વરસાદ પડ્યો હતો. જ્યારે મહેસાણાના ઉંઝામાં ૧.૯૨ ઈંચ, ખેડાના માતરમાં ૧.૮૧ ઈંચ અને મહેસાણાના વિસનગરમાં ૧.૬૯ ઈંચ વરસાદ પડ્યો હતો. વરસાદે રાજ્યના જળાશયો અને ખેતીને નવું જીવન આપ્યું છે, જે સપ્ટેમ્બરની શરૂઆત સુધીમાં અછતનો સામનો કરી રહ્યા હતા.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.