Western Times News

Gujarati News

જાંબુઘોડા તાલુકામાં પાંચ ઇંચ વરસાદ પડતા કોતરો નાળાઓ પાણીથી છલકાયા

File Photo

પાવાગઢ ડુગર પર બનાવામા આવેલા પગથિયા પરથી ભારે વરસાદને કારણે પાણી વહી રહ્યા હતા.

ઘોઘંબા તાલુકામા આવેલો હાથણી માતાનો ધોધમાં પુષ્કળ પાણી આવતા ખીલી ઉઠ્‌યો

(પ્રતિનિધિ) જાંબુઘોડા, પંચમહાલ જીલ્લાના દક્ષિણ વિસ્તારમાં આવેલા જાંબુઘોડા,ઘોઘંબા પંથકમા મેઘરાજા મંગળવાર સવારથી જ મનમૂકીને વરસ્યા હતા.હવામાન વિભાગની આગાહીને પગલે મધ્ય દક્ષિણ પંચમહાલને મેઘરાજાએ ધમરોડ્યુ હતુ.

પ્રસિધ્ધ યાત્રાધામ પાવાગઢના ડુંગર વિસ્તાર સહિત આસપાસ ભારે વરસાદ પડતા માટે મંદિર સૂધી જવાના ચઢવાના પગથિયા પર પાણી વહેવા લાગ્યુ છે.ઘોઘંબા તાલુકામા આવેલા પ્રાકૃતિક પર્યટન સ્થળ ગણાતા હાથણીમાતાનો નયનરમ્ય ધોધ ખીલી ઉઠ્‌યો હતો.શિવરાજપુર પંથકમા પણ વરસાદ થતા સ્ટેટ હાઇવે પર પાણી ફરી વળતા વાહનવ્યહારને અસર પહોચી હતી.અહી આવેલા એક ખાનગી રિસોર્ટમાં પણ પાણી ભરાઈ જવા પામ્યુ હતુ.

પંચમહાલ જીલ્લામાં આવેલા હાલોલ,ઘોંઘબા, જાંબુઘોડા સહિતના તાલુકાઓમાં સવારથી જ વરસાદી માહોલ છવાયો હતો.આકાશમાં છવાઇ ગયેલા કાળા દિબાંગ વાદળ ઘેરાતા થોડીવારમાં વરસાદ તૂટી પડ્યો હતો.વરસાદને કારણે પાવાગઢ ડુંગર પણ ઢંકાઈ ગયો હતો.

પાવાગઢ ડુગર પર બનાવામા આવેલા પગથિયા પરથી ભારે વરસાદને કારણે પાણી વહી રહ્યા હતા. જેને લઇને મનોરમ્ય નજારો સર્જાયો હતો.જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.વરસાદને કારણે આસપાસના પર્વતીય વિસ્તારોનુ વાતાવરણ સોળે કળાએ ખીલી ઉઠ્‌યુ હતુ.વરસાદી માહોલમાં ભક્તોએ માતાજીના દર્શન કરીને કુદરતી સૌંદર્ય મજા માણતા નજરે પડ્યા હતા.

વરસાદને કારણે શિવરાજપુર થી જાંબુઘોડાને જાેડતા રાજ્યધોરી માર્ગ પર પાણી ફરી વળતા વાહનવ્યવહારને અસર પહોચી છે.અહી આવેલા ખાનગી રિસોર્ટમાં પાણી ભરાઇ જતા અંદર ફસાયેલા ત્રણ માણસોને રેસ્ક્યુ કરીને બચાવાયા હતા.આ વિસ્તારમાં જાંબુઘોડા વન્યપ્રાણી અભયારણ્ય આવેલુ છે.

આ વિસ્તારમાં આવેલા નદી અને કોતરોમા ભરપુર પાણી આવતા બે કાંઠે વહેતા જાેવા મળ્યા હતા.ઘોંઘબા તાલૂકામાં પોયણી ગામ ખાતે હાથણીમાતાનો ધોધ આવેલો છે.જે પર્યટક સ્થળ તરીકે જાણીતુ છે.ઉપરવાસમા આવેલા જંગલવિસ્તારમા ભારે વરસાદને કારણે ધોધમાં પુષ્કળ પાણી સાથે વહેતા નયનરમ્ય દ્દશ્ય સર્જાયુ હતુ.

પચંમહાલ જીલ્લા ડીઝાસ્ટર વિભાગ તરફથી મળતી માહિતી અનુસાર સવારના ૬ થી બપોરના ૧૨ વાગ્યાના સમય સૂધી જીલ્લાનો સૌથી વધારે ૧૬૨ સ્સ્ વરસાદ ખાબક્યો છે.જાબૂંઘોડા પંથકમા વરસાદને પગલે ખેતરોમાં પણ પાણીથી ભરાયેલા જાેવા મળ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.