Western Times News

Gujarati News

મુખ્યમંત્રીના અધિક જનસંપર્ક અધિકારી તરીકે હિતેષ પંડયાની નિમણુંક

ર૦૦૧થી ભાજપના તમામ મુખ્યમંત્રીઓ સાથે કામ કરવાનો અનુભવઃ પાંચમી વખત સીએમઓમાં નિમણુંક કરાઈ

ગાંધીનગર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધિક જનસંપર્ક અધિકારી તરીકે હિતેષભાઈ પંડયાની નિમણુંક કરવામાં આવી છે. મુખ્યમંત્રી કાર્યાલયમાં તેઓ ર૦૦૧થી જનસંપર્ક અધિકારી તરીકે સેવા આપી રહયા છે. અને આ તેમની પાંચમી વખત નિમણુંક કરાઈ છે. ગુજરાત ભાજપના બધા મુખ્યમંત્રીઓ સાથે તેઓ કામ કરી ચૂકયા છે.

હિતેષ પંડયા પત્રકારત્વના અનુભવને આધારે ર૦૦૧થી મુખ્યમંત્રીના જનસંપર્ક અધિકારી તરીકે ફરજ બજાવી રહયા છે. રાજયના તત્કાલીન મુખ્યમંત્રીઓ સ્વ. કેશુભાઈ પટેલ, નરેન્દ્ર મોદી, આનંદીબેન પટેલ, વિજય રૂપાણી સાથે કામ કર્યા બાદ હવે વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના જનસંપર્ક અધિકારી તરીકે પણ તેઓ ફરજ બજાવશે.

તેમણે એબીવીપી હિન્દુ યુવક પરીષદ ભાજપ મીડીયા, ભાજપના ગુજરાત પ્રદેશના ઈન્ટેલેચ્યુઅલ સેલના પ્રથમ પ્રદેશ પ્રમુખ તરીકે પણ કામગીરી બજાવી છે. તેઓ એબીવીપીના રાષ્ટ્રીય કારોબારીમાં હતા. સૌરાષ્ટ્રમાં નવનિર્માણ આંદોલનમાં પણ અગ્રેસર રહયા હતા

અને કટોકટી દરમ્યાન ૧૧ મહિના સુધી જેલવાસ ભોગવ્યો હતો. તે ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની નગર પ્રાથમીક શિક્ષણ સમીતીના અધ્યક્ષ તરીકે પણ ફરજ બજાવી ચુકયા છે.

તેમણે ગાંધીનગરમાં શ્રી ઔદીચ્ય ગઢીયા બ્રહ્મસમાજની સ્થાપના કરી હતી. હાલ તેઓ ઔદીચ્ય ગઢીયા બ્હ્મસમાજના વૈશ્વીક સંગઠનના પ્રમુખપદે પણ છે.

પીએમ નરેન્દ્ર મોદીની રાષ્ટ્રવાદી વિચારયાત્રાની પ્રેરીત થઈને નેશનલ ફર્સ્ટ ફાઉન્ડેશનની સ્થાપના પણ કરી હતી. તેઓ ઈન્ડીયન લાયસન્સના ચીફ પેટ્રોન તરીકે સેવા આપી રહયા છે. આ ઉપરાંત સરગમ કલબ, જીટુજી જેવી સંસ્થાઓમાં હોદેદારો તરીકે સેવા આપી રહયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.