Western Times News

Gujarati News

અદાણી ફાઉન્ડેશને સચિવાલયમાં ‘સુપોષણ’ પ્રોજેકટ રજૂ કર્યો 

ગાંધીનગર, ગુજરાત સરકારે તા. 18 સપ્ટેમ્બરના રોજ સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે મનાવવા સચિવાલય, ગાંધીનગર ખાતે એક સમારંભનું આયોજન કર્યું હતું. અદાણી ફાઉન્ડેશને તેમના દ્વારા અમલમાં મુકાયેલ અદાણી વિલ્મરના પ્રોજેકટ સુપોષણમાં કરેલી કામગીરી અંગે સમારંભમાં રજૂઆત કરી હતી. તેમણે ખાસ કરીને નર્મદા જીલ્લામાં હાથ ધરેલા પ્રયાસો અંગે ફિલ્મ મારફતે રજૂઆત કરી હતી. આ પ્રસંગે ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી વિજયભાઈ રૂપાણીએ સુપોષણ રેસિપી બુક રજૂ કરી હતી.

નર્મદા જીલ્લાની સુપોષણ સંગીનીઓએ તેમની ધગશ, નિષ્ઠા અને સખત પરિશ્રમ વડે બાળકો અને મહિલાઓમાં કુપોષણનુ અને પાંડુરોગ (એનિમિયા)નુ વિષચક્ર તોડવા અંગેની તેમની કામગીરી અંગે વાત કરી હતી.

“કુપોષણ અને એનિમિયાનુ વિષચક્ર તોડવા માટે સમુદાયના સભ્યોની સક્રિય સામેલગીરી જરૂરી છે. સુપોષણ સંગીનીઓ કહે છે અમને સમુદાયમાંથી સહાય મળે છે જે તંદુરસ્ત ભારતનુ નિર્માણ કરવાની કામગીરીને આગળ ધપાવે છે.”તેમ સ્ટ્રેટીજી અને સસ્ટેઈનેબિલીટી ડિરેકટર કુ. સુષમા ઓઝાએ જણાવ્યું હતું.

અદાણી ફાઉન્ડેશન નર્મદા જીલ્લામાં અદાણી વિલ્મરના સુપોષણ પ્રોજેકટનો અમલ કરે છે. 569 ગામોના 5,90,297 લોકો તંદુરસ્ત જીવન જીવી શકે તે માટે યોગ્ય માર્ગદર્શન અને સહયોગ પૂરો પાડવામાં આવે છે. આ પ્રોજેકટના સંચાલનમાં સંગીનીઓ મહત્વની ભૂમિકા બજાવે છે. આ પ્રોજેકટ  કુલ 196 સુપોષણ સંગીનીઓને પણ આવરી લે છે. સમુદાયના સ્તરે આ જીલ્લામાં સુપોષણ સંગીનીઓ પ્રોજેકટની માર્ગદર્શક અને સહાયક બનીને પરિવારોને માળખાગત સહયોગ પૂરો પાડે છે. નર્મદા જીલ્લામાં ડીસેમ્બર 2018માં આ પ્રોજેકટ શરૂ થયો ત્યારથી આ પ્રોજેકટ 3,000 બાળકોને કુપોષણમાંથી બહાર લાવી તંદુરસ્ત બનાવ્યાં છે.

અદાણી વિલ્મર લિમિટેડના હેડ, માર્કેટીંગ શ્રી અજય મોટવાણી જણાવે છે કે “હાઉસ ઓફ અદાણી વિલ્મરનુ ફોર્ચ્યુન બાળકો, કિશોર કન્યાઓ, સગર્ભા અને બાળકોને દૂધ આપતી મહિલાઓની કુપોષણની સ્થિતિ નિવારવામાં ગુજરાત સરકારનુ વિશેષ સહયોગી છે. અમે હૃદય અને ઉદ્દેશ ધરાવતી બ્રાન્ડ છીએ. અમારા ચેરમેનના તંદુરસ્ત અને વિકાસમાન રાષ્ટ્ર માટે સહયોગ આપવાના વિઝન માટેનો અમારો આ નાનકડો પ્રયાસ છે. અમારી પ્રોડકટસ ભરપેટ પોષણ પૂરૂ પાડે છે, કારણ કે અમારા ખાદ્યતેલોમાં વિટામીન ઉમેરેલુ હોય છે. આથી કુપોષણની સ્થિતિ હલ કરવી તે અમારી કામગીરીનુ તાર્કિક વિસ્તરણ છે.”

અદાણી ફાઉન્ડેશને જૂન-2018માં નર્મદા જિલ્લામાં પ્રોજેકટ સુપોષણ શરૂ કરવા ગુજરાત સરકાર સાથે સમજૂતિના કરાર કર્યા હતા. સુપોષણ એ સમુદાય આધારિત કુપોષણ અને પાંડુરોગની સંભાળ લેતો પ્રોજેકટ છે. તે બાળકોમાં કિશોર વયની કન્યાઓ અને સગર્ભા/ બાળકોને દૂધ આપતી તેમજ ગર્ભ ધારણની વય ધરાવતી ધરાવતી મહિલાઓમાં કુપોષણ અને લોહીની ઉણપની હાલત સુધારે છે અને બાળમૃત્યુનો દર અથવા તો જન્મ વખતે મૃત્યુના દરમાં ઘટાડો કરવાના સરકારના પ્રયાસોમાં સહાયક બને છે. આ કામગીરી ખાસ કરીને સમુદાયના સ્તરે સાધનો ઉભાં કરીને કરવામાં આવે છે અને ખાસ કરીને સંગીનીઓ સહાયક તરીકે તમામ લાભાર્થીઓ વચ્ચે અંતર નિવારવા પ્રયાસ કરે છે અને સમુદાયને વિવિધ સાધનોથી માહિતગાર કરે છે.

પોષણ અભિયાનના હિસ્સા તરીકે પોષણ માસ મનાવવામાં આવ્યો હતો. પોષણ અભિયાન (નેશનલ ન્યુટ્રીશન મિશન) એ માર્ચ 2018માં શરૂ કરવામાં આવેલો  6 વર્ષની વય સુધીનાં બાળકો, કિશોર કન્યાઓ, સગર્ભા તથા બાળકને દૂધ આપતી મહિલાઓનો પોષણનો દરજ્જો સુધારવા માટેનો ભારતનો ફલેગશિપ કાર્યક્રમ છે. જેમાં આગામી ત્રણ વર્ષ દરમ્યાન જન્મ સમયે બાળકનુ ઓછુ વજન, કુંઠીત વિકાસ તથા પોષણના અભાવ અંગે ચોકકસ લક્ષ્યાંકો હાંસલ કરવાનો સમાવેશ થાય છે. નેશનલ કાઉન્સિલ ઓફ ઈન્ડીયાની ન્યુટ્રીશનલ ચેલેન્જીસ દ્વારા તા. 24 જુલાઈ, 2018ના રોજ સપ્ટેમ્બર માસને પોષણ માસ તરીકે મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ માસ દરમ્યાન  તમામ રાજય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં  પાયાના સ્તરે પોષણ સંબંધી જાગૃતી પેદા કરવામાં આવી રહી છે.

અદાણી વિલ્મરના સુપોષણ પ્રોજેકટનો અમલ અદાણી ફાઉન્ડેશન ભારતનાં 11 રાજ્યોમાં કરી રહ્યું છે અને 3 લાખથી વધુ લોકો સુધી પહોંચ્યું છે. સમુદાય આધારિત આ દરમ્યાનગીરી વડે 19364 બાળકોને તંદુરસ્ત દરજ્જો આપવામાં સહાય થઈ છે.  આ પ્રોજેકટ મારફતે માતાઓ અને મહિલાઓને તેમની આરોગ્યની સમસ્યાઓ અંગે તથા તેમને એનિમિયાથી મુક્ત કરવા અંગે માર્ગદર્શન અને સહયોગ આપી 1209 ગામ અને 94 શહેરી વિસ્તારોમાં સમજ આપવામાં આવી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.