Western Times News

Gujarati News

અડધુ અમદાવાદ બીમાર: ઘરે ઘરે બીમારીના ખાટલા, તંત્ર નિષ્ક્રિય

અમદાવાદ, અમદાવાદમાં ઘરે ઘરે બીમારીના ખાટલા જાેવા મળી રહ્યાં છે. અમદાવાદમાં બીમારી વધી અને એએમસીને તાવ ચડ્યો છે. તંત્રની બેદકારી વચ્ચે અમદાવાદની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ રહી છે. કારણ કે, અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છર જન્ય રોગે માઝા મૂકી છે. અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળામાં વધારો યથાવત છે. શહેરમાં ડેન્ગ્યુના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે.

આળસુ એએમસીના અધિકારીઓએ સેમ્પલ લેવાના બંધ કર્યા છે. ૨૦ દિવસથી શહેરમાં છસ્ઝ્ર એ પાણીનું એક પણ સેમ્પલ નથી લીધું. આરોગ્ય વિભાગ પાસે સેનેટરી ઈન્સ્પેક્ટર જ નથી. ઝોનના મલેરિયા ઈન્સ્પેક્ટર પાણીના સેમ્પલ લેવા નથી જતા. પાણીના સેમ્પલ લેવાનું કામ મજૂરો પર નાંખ્યું છે. આમ, AMCના વિભાગો બીમારી વચ્ચે ખો-ખોની રમત રમે છે. તમામ ૪૮ વોર્ડમાંથી દરરોજ બે સેમ્પલ લેવાનો નિયમ છે, છતાં સપ્ટેમ્બરમાં ૧૯૨૦ના બદલે ૧૩૬ સેમ્પલ જ લીધા છે.

સોલા સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો.પ્રદીપ પટેલે જણાવ્યું કે, સોલા સિવિલ હોસ્પિટલમાં સપ્ટેમ્બર મહિનાની ૨૦ તારીખ સુધીમાં ડેન્ગ્યુના ૧૪૫ કેસ, ચિકનગુનિયાના ૩૬ અને મેલેરિયાના ૩૫ કેસ નોંધાયા છે. જ્યારે ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના ૩૨૫ કેસ, મેલેરિયાના ૫૩ કેસ અને ચિકનગુનિયાના ૬૬ કેસ નોંધાયા હતા.

છેલ્લા ૩ મહિનાથી બાળકો પણ મોટી સંખ્યામાં ડેન્ગ્યુ, ચિકનગુનિયા અને મેલેરિયાના શિકાર થઈ રહ્યા છે. ૨૦ સપ્ટેમ્બર સુધીમાં ડેન્ગ્યુના ૫૨ અને ૨ ચિકનગુનિયાના ૨ કેસ બાળકોમાં જાેવા મળ્યા છે. તો સપ્ટેમ્બર મહિનાની ૨૦ તારીખ સુધીમાં બાળકોની ઓપીડીની સંખ્યા ૧૪૧૨ થઈ છે, જેમાંથી ૭૨૩ બાળકોને દાખલ કરીને સારવાર આપવામાં આવી છે.

સોલા સિવિલ હોસ્પિટલમાં બાળકોની ઓપીડી ઓગસ્ટમાં ૨૧૯૧ રહી હતી, જેમાંથી ૧૧૬૫ બાળકોને દાખલ કરીને સારવાર આપવાની ફરજ પડી હતી. છેલ્લા ૩ મહિનામાં ૫ હજાર કરતા વધુ બાળકો ઓપીડીમાં આવ્યા છે, જેમાંથી ૩ હજાર કરતા વધુ બાળકોને દાખલ કરીને સોલા સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવાની ફરજ પડી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.