Western Times News

Gujarati News

વડાપ્રધાન મોદીએ નેશનલ ડિજિટલ હેલ્થ મિશનની શરૂઆત કરી

નવીદિલ્હી, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સોમવારે વીડિયો કોન્ફ્રસિંગ દ્વારા રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય મિશન (NDHM) ની શરૂઆત કરી હતી. એનડીએચએમના અંતગર્ત દરેક ભારતીયને એક યૂનિક ડિજિટલ હેલ્થ આઇડી મળશે અને તેનાથી દેશમાં એક ડિજિટલ હેલ્થ સિસ્ટમ તૈયાર કરી શકાશે.

પ્રધાનમંત્રીએ ૧૫ ઓગસ્ટ, ૨૦૨૦ના રોજ લાલ કિલ્લાની પ્રાચીર પરથી રાષ્ટ્રીય ડિજિટલ સ્વાસ્થ્ય અભિયાનની પાયલટ પરિયોજનાની ઘોષણા કરી હતી. વર્તમાનમાં, પીએમ-ડીએચએમ ૬ કેન્દ્રશાસિત પ્રદેશોમાં પ્રારંભિક તબક્કામાં લાગુ કરવામાં આવી રહ્યું છે.

જન ધન, આધાર અને મોબાઇલ ટિનિટ્રી સને સરકારની અન્ય ડિજિટલ પહેલોના રૂપમાં તૈયાર માળખાના આધારે એનડીએચએમ સ્વાસ્થ્ય સંબંધી વ્યક્તિગત જાણકારીની સુરક્ષા, ગોપનીયતા અને ગુપ્તતાને સુનિશ્ચિત કરીને એક વિસ્તૃત શ્રૃંખલાની જાેગવાઈના માધ્યમથી ડેટા, માહિતી અને જાણકારીનું એક સહજ ઓનલાઈન પ્લેટફોર્મ તૈયાર કરશે.

જેનાથી બુનિયાદી માળખાકીય સેવાઓની સાથે-સાથે અંતર-પ્રચાલનીય અને માપદંડ આધારિત ડિજિટલ પ્રણાલીનો વિધિવત લાભ ઉઠાવી શકાશે. આ અભિયાન અંતર્ગત નાગરિકોની સહમતિથી સ્વાસ્થ્ય રેકોર્ડ સુધી પહોંચ અને આદાન-પ્રદાનને સક્ષમ બનાવી શકાશે.

પ્રધાનમંત્રી઼-ડીએચએમના પ્રમુખ ઘટકોમાં પ્રત્યેક નાગરિક માટે એક સ્વાસ્થ્ય આઈડી સામેલ છે, જે તેમના આરોગ્ય ખાતા તરીકે પણ કાર્ય કરશે, જેનાથી વ્યક્તિગત સ્વાસ્થ્ય રેકોર્ડને મોબાઈલ એપ્લિકેશનની મદદથી જાેડી અને જાેઈ શકાશે.

આ અંતર્ગત, હેલ્થકેર પ્રોફેશનલ્સ રજિસ્ટ્રી (એચપીઆર) અને હેલ્થકેર ફેસિલિટીઝ રજિસ્ટ્રિયા(એચએફઆર), આધુનિક અને પારંપરિક ચિકિત્સા પ્રણાલીઓ બંને મામલાઓમાં તમામ આરોગ્ય સેવા પ્રદાતાઓ માટે એક સંગ્રહ તરીકે કાર્ય કરશે. આ તબીબો/હોસ્પિટલો અને આરોગ્ય સેવા પ્રદાતાઓ માટે વ્યવસાયમાં પણ સરળતા સુનિશ્ચિત કરશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.