Western Times News

Gujarati News

આનંદ ગિરી સહિત ત્રણેય આરોપીઓના 7 દિવસના CBI રિમાન્ડ મંજૂર

પ્રયાગરાજ, પ્રયાગરાજ સાથે જોડાયેલા મોટા સમાચાર સામે આવ્યા છે. મહંત નરેન્દ્ર ગિરી  કેસના ત્રણેય આરોપીઓના 7 દિવસના રિમાન્ડ મંજૂર થઈ ગયા છે. ત્રણેય આરોપી 7 દિવસ સુધી સીબીઆઈ  (CBI) ની કસ્ટડીમાં રહેશે. મંગળવારે સવારે 9 કલાકથી સીબીઆઈની કસ્ટડીની અવધી શરૂ થશે જે 4 ઓક્ટોબર સુધી ચાલશે.

કોર્ટે સીબીઆઈને આદેશ આપ્યો છે કે રિમાન્ડ દરમિયાન થર્ડ ડિગ્રીનો ઉપયોગ કરવામાં આવશે નહીં. આ સિવાય જેલથી ત્રણેયને કસ્ટડીમાં લેવા અને પરત પહોંચાડવા દરમિયાન મેડિકલ પણ કરાવવામાં આવશે. રિમાન્ડનો સમય 28 સપ્ટેમ્બરે સવારે 9 કલાકથી 4 ઓક્ટોબર સાંજે 5 કલાક સુધી નક્કી કરવામાં આવ્યો છે.

ત્રણેયના રિમાન્ડને લઈને આરોપીઓના વકીલ અને સીબીઆઈ તરફથી બપોરે બે કલાક સુધી દલીલો ચાલી હતી. કોર્ટેમાં આનંદ ગિરીના વકીલે કસ્ટડીનો વિરોધ કર્યો, જ્યારે જજે વીડિયો કોન્ફરન્સ દ્વારા આનંદ ગિરી સાથે વાત કરી તો તેમણે કસ્ટડીનો વિરોધ ન કર્યો પરંતુ બે કે ત્રણ દિવસના રિમાન્ડ સ્વીકારવાની અપીલ કરી હતી.

આ પહેલા સીબીઆઈએ બાધંબરી મઠમાં મહંત નરેન્દ્ર ગિરીના મોત મામલામાં ઘટનાનું રી-ક્રિએશન કર્યું. મહંતના શિષ્ય બલબીર ગિરીની ફરી પૂછપરછ કરવામાં આવી હતી. સીબીઆઈની ટીમે આશરે છ કલાક સુધી મઠમાં રહી અલગ-અલગ એંગલથી તપાસ કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.