Western Times News

Gujarati News

કોંગ્રેસના ભારે વિરોધ વચ્ચે જેઠા ભરવાડ ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ બન્યા

ગાંધીનગર, વિધાનસભાના બે દિવસના ચોમાસું સત્રના પ્રથમ દિવસે આજે ગુજરાતની નવી સરકાર રચાયા બાદ વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી કરવામાં આવી છે. વિધાનસભાના અધ્યક્ષ તરીકે તમામની બહુમતી બાદ નીમાબેન આચાર્યની પસંદગી કરવામાં આવી છે જે બાદ ઉપાધ્યાક્ષ માટે કોંગ્રેસના વિરોધ બાદ પણ જેઠા ભરવાડને બેસાડવામાં આવ્યા છે.

વિધાનસભાના સત્રના પ્રથમ દિવસે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ માટે ધારાસભ્યોનો મત લેવામાં આવ્યો હતો. જે બાદ પાર્ટીએ રૂપાણી સરકાર વખતે ઉપાધ્યક્ષ રહી ચૂકેલા નિમાબેન આચાર્યને અધ્યક્ષ પદ માટે પસંદ કરવામાં આવ્યા હતા. જેમની સર્વાનુમતે વરણી થઈ હતી.

પણ ઉપાધ્યક્ષના નામને લઈ કોંગ્રેસ વિરોધ કરી રહી હતી, સરકારે જેઠા ભરવાડને વિધાનસના ઉપાધ્યક્ષ તરીકે નામ મૂક્યું હતું જ્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ માટે અનિલ જાેષીયારાનો પ્રસ્તાવ મુક્યો હતો.

જે બાદ કોંગ્રેસની માંગને નકારી સરકાર દ્વારા બહુમતીને આધારે જેઠા ભરવાડનું વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવી હતી. જેમાં વિપક્ષ નેતાએ મત વિભાજનની માગણી કરી પણ સરકારે બહુમતીના જાેરે ધ્વનિમતની જેઠા ભરવાડને ઉપાધ્યક્ષ પર બેસાડ્યા હતા.

પરેશ ધાનાણીએ વધુમાં કહ્યું કે વિધાનસભામાં ઉપાધ્યક્ષનો ગૌરવશાળી ઈતિહાસ રહ્યો છે અગાઉ કોંગ્રેસની સત્તમાં વિધાનસભાના ઉપાધ્યક્ષના પદ માટે વિરોધ પક્ષના નેતા જ બનતા પરતું આવખે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંનેમાં સત્તાપક્ષ જ શાસન ચલાવે છે, ત્યારે કોંગ્રેસ દ્વારા પણ ઉપાધ્યક્ષ તરીકે અનિલ જાેષીયારાનું નામ આગળ કર્યું હતું.

મહત્વનું છે કે આજે કોંગ્રેસ વિધાનસભાન સત્ર પહેલા જ કોંગ્રેસના ધારાસભ્યોની એક બેઠક બોલાવી હતી જેમાં બે દિવસ ચાલનારા સત્રમાં કોંગ્રેસ સરકારને વિવિધ રીતે ઘેરવાનો પ્લાન ઘડાયો હતો. પ્રથમ દિવસે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની વરણી બાદ કોંગ્રેસે ગુજરાતના કચ્છમાં પડકાયેલા કરોડોના ડ્રગ્સનો મુદ્દો ઉઠાવી સરકારને આ માટે જવાબદાર ઠેરવી હતી જે બાદ કોંગ્રેસ વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હતું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.