Western Times News

Gujarati News

ATS દ્વારા ૭૨ કલાકના જાનના જાેખમે ૭ કિલોથી વધુ હેરોઇન જપ્ત કર્યું: ગૃહમંત્રી

ગાંધીનગર, ગૃહરાજ્ય મંત્રી હર્ષભાઈ સંઘવીએ જણાવ્યું છે કે, ગુજરાત પોલીસ પ્રજાની સુરક્ષા માટે ખડેપગે તૈનાત રહી જાનના જાેખમે સંનિષ્ઠ પ્રયાસો કરી રહી છે ત્યારે પોલીસને અભિનંદન આપવાના બદલે તેમનું મોરલ તોડવાનો કોંગ્રેસે જે પ્રયાસ કર્યો છે તે નિંદનીય છે.

આજે વિધાનસભા ખાતે રાજ્યમાં દારૂની નવી પરમિટ/રીન્યુ કરવા અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીએ ઉમેર્યું કે ગુજરાત ATS દ્વારા તાજેતરમાં ૭૨ કલાકના જાનના જાેખમે ઓપરેશન હાથ ધરીને સાત કિલોથી વધુ હેરોઇન જપ્ત કરીને સાતથી વધુ ઈરાનિયન વ્યક્તિઓને પકડી પાડીને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. આ માટે એટીએસના સૌ પોલીસ અધિકારી- કર્મચારીઓને અભિનંદન પાઠવું છું.

પોલીસની સારી કામગીરી હોય ત્યારે તેમને બિરદાવીને પ્રોત્સાહિત કરવા એ આપણા સૌની ફરજ છે તેમ તેમણે ઉમેર્યું હતું. તેમણે વધુમાં ઉમેર્યું કે દારૂની નવી પરમિટ/રીન્યુ કરવા માટે અરજી ફી ના બદલે પ્રોસેસ ફી રૂ. ૨,૦૦૦ અને મેડિકલ એક્ઝામિનેશન ફી રૂ. ૨,૦૦૦ નિયત કરવામાં આવી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.