Western Times News

Gujarati News

ગુજરાતમાં કોરોનાકાળમાં બંધ થયેલા સૂક્ષ્મ, મધ્યમ, લઘુ ઉદ્યોગોને પુનઃજીવિત કરવા કમિટી બનાવાશે: નારાયણ રાણે

વડોદરા, ગુજરાતમાં કોઈર બેકલોગને ઘટાડવા માટે આગામી દિવસોમાં પ્રયાસો હાથ ધરાશે. ગુજરાતમાં કોરોનાકાળ દરમિયાન બંધ થઇ ગયેલા સૂક્ષ્મ, મધ્યમ અને લઘુ ઉદ્યોગોને પુનઃજીવિત કરવા માટે કમિટી બનાવાશે અને આગામી ૨ વર્ષમાં ક્લસ્ટર તૈયાર કરીને ૧.૨૫ કરોડ રોજગારી ઊભી કરવામાં આવશે, એમ લઘુ અને સૂક્ષ્મ ઉદ્યોગ વિભાગના કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ જણાવ્યું હતું.

કેવડિયા ખાતે આયોજિત કોઈર બેઠકમાં ભાગ લેવા જતાં પૂર્વે કેન્દ્રીય મંત્રી નારાયણ રાણેએ વડોદરામાં પત્રકારો સાથે કરેલી વાતચીતમાં વધુમાં જણાવ્યું હતું કે ભારત સરકાર દ્વારા દેશમાં કોઈર ઉદ્યોગના સર્વાંગી ટકાઉ વિકાસ માટે કોઇર ઇન્ડસ્ટ્રીઝ એક્ટ-૧૯૫૩માં કોઈર બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. અધિનિયમ હેઠળ નિર્ધારિત બોર્ડનાં કાર્યોમાં વૈજ્ઞાનિક, ટેક્નોલોજી અને આર્થિક અનુસંધાન, આધુનિકીકરણ, ગુણવત્તા સુધારણા માનવસંસાધન વિકાસ, બજાર પ્રમોશન, આ ઉદ્યોગમાં રોકાયેલા તમામ લોકોનું કલ્યાણ કરવું, મદદ કરવી અને પ્રોત્સાહન કરવું સામેલ છે.

કોઈર બોર્ડનું મુખ્ય મથક કોઈર હાઉસ એમજી રોડ કોચી, કેરળમાં છે અને દેશભરમાં ૨૦ માર્કેટિંગ આઉટલેટસ સહિત ૪૮ સંસ્થા ચાલી રહી છે. છેલ્લાં ૬૦ વર્ષથી વધુ વર્ષોથી કોઈર બોર્ડ ઉદ્યોગ ચલાવી રહ્યું છે. કોઈર ઉદ્યોગ આજે દેશના ગ્રામીણ વિસ્તારોના આર્થિક વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કોઈર ઉદ્યોગ કેરળ રાજ્યમાં કેન્દ્રિત હતો, જે હવે બોર્ડના પ્રયાસોથી દેશના અન્ય ભાગોમાં ફેલાયો છે.

કોઈર બોર્ડનું કામ સાઉથ ભારતમાં વધુ છે, કારણ કે ત્યાં વિશાળ દરિયાકિનારો આવેલો છે, જ્યાં નારિયેળનું ઉત્પાદન વધુ થાય છે અને વધુ લોકોને રોજગારી આપી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે કેરળની જેમ ભારતનાં અન્ય રાજ્યોમાં પણ કોઈર બોર્ડનું કામ વધવું જાેઈએ. ગુજરાત પાસે પણ વિશાળ દરિયાકાંઠો છે અને કોઈર બોર્ડમાં ગુજરાતનું કામ ખૂબ ઓછું છે, જેના માટે ગુજરાતમાં બેઠક યોજવામાં આવી રહી છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.