Western Times News

Gujarati News

અમદાવાદમાં રખડતા ઢોરને પકડવા માટે મ્યુનિ.ને દર મહિને છ લાખનો ખર્ચ

પ્રતિકાત્મક

છ મહિનામાં ૪૦૦૦ ઢોર પકડી ર૩ લાખથી વધુ દંડ વસુલ કર્યો

અમદાવાદ, અમદાવાદ શહેરમાં રખડતા ઢોરની સમસ્યા ગંભીર બનતી જઈ રહી છે. આ સ્થિતીમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા દર મહિને રખડતા ઢોર પકડવાની ઝુંબેશ હેઠળ છે. લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. એક ટીમમાં કુલ ૧૮ લોકોનો સ્ટાફ ફરજ બજાવે છે. છ મહિનામાં કુલ ૩૯૪પ રખડતા પશુઓ પકડી તેના માલિકો પાસેથી રૂપિયા ર૩ લાખથી વધુની રકમનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.

આ અંગે સત્તાવાર સુત્રોમાંથી મળતી માહિતી મુજબ અમદાવાદ શહેરમાં રોડ ઉપર ઘાસચારો કે અન્ય ખાધપદાર્થ રખડતા ઢોરોને ના ખવડાવવા અંગે શહેર પોલીસ કમીશ્નર દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. જે અમલમાં છે.આમ છતાં શહેરના અનેક વિસ્તારોમાં ચાર રસ્તા કે જાહેર રસ્તા પર લારીઓ કે અન્ય વાહનોમાં ઘાસચારા સહીતની ખાધ ચીજાે વેચવામાં આવે છે.

આ ચીજાે લોકો પશુઓને ખવડાવે છે. પરિણામે જે તે વિસ્તાર એ રખડતા ઢોર માટે કાયમી સ્થળ બની જવા પામ્યા છે. ઉપરાંત કેટલાક વિસ્તારોમાં લોકો એઠવાડ પણ રસ્તા પર નાંખતા હોવાના બનાવો સપાટી ઉપર આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરને પકડવા માટે શહેરના વિવિધ વિસ્તારોમાં નવ જેટલી ટીમો કાર્યરત કરવામાં આવી છે.

એક ટીમમાં ૧૮ લોકોનો સ્ટાફ ફરજ બજાવે છે. ૧ર મજૂર તથા ત્રણ પોલીસના માણસો સહીત અન્યનો સમાવેશ થાયછે.
રોજ શહેરના વિવિધ વિસ્તારોમાંથી અંદાજે ૪૦થી પ૦ રખડતા પશુઓ મ્યુનિ.ના ઢોર ત્રાસ અંકુશ નિવારણ વિભાગ દ્વારા પકડવામાં આવે છે. રખડતા પશુઓને છોડાવવા માટે આવનારા પશુ માલિકો પાસેથી દંડ પણ વસુલ કરાય છે.

ઉપરાંત ઘણા કિસ્સાઓમાં પોલીસ ફરીયાદ પણ મ્યુનિ.તંત્ર તરફથી પોલીસ સ્ટેશનોમાં દાખલ કરવામાં આવી છે. દસ રૂપિયાનો નાંખવામાં આવતા ઘાસના એક પુળા પાછળ મ્યુનિ.ને દર મહિને છ લાખ રૂપિયાનો ખર્ચ કરવો પડે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.