Western Times News

Gujarati News

બહેરામપુરામાં આર. વી. ડેનીમને મચ્છર બ્રીડીંગ મામલે સીલ કરવામાં આવ્યું

File

સરખેજ વિસ્તારમાં શીવાલીક હુનડાઈને નોટીસ આપી વહીવટી ચાર્જ પેટે રૂા.૧૦ હજાર વસુલ કરવામાં આવ્યા છે.

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ શહેરમાં કોરોનાના કેસની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય તેટલી છે પરંતુ તેની સામે મચ્છર અને પાણીજન્ય રોગના કેસમાં ચિંતાજનક હદે વધારો થઈ રહયો છે. ચોમાસાની સીઝનમાં વરસાદ પાણીના નિકાલ અને સ્વચ્છતાના અભાવે મચ્છરોની ઉત્પતિ વધી રહી છે તેવી જ રીતે શ્રમજીવી વસાહતોમાં પ્રદુષિત પાણી સપ્લાય થાય છે.

આ કારણોસર ડેન્ગયુ, ચીકનગુનિયા, કોલેરા, ટાઈફોઈડ જેવા રોગના કેસમાં અસામાન્ય વધારો જાેવા મળ્યો છે. ર૦ર૦ની સરખામણીએ ડેન્ગયુ, ચીકનગુનિઆ સહીતના કેસમાં બે થી પાંચ ગણો વધારો થયો છે. મચ્છરજન્ય રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે આરોગ્ય ખાતાની ૭૦૦ ટીમો દિવસ- રાત કામ કરી રહી છે.

અમદાવાદમાં ડેન્ગયુ અને ચીકનગુનિઆના કેસ સતત વધી રહયા છે. શહેરમાં સપ્ટેમ્બર મહીનામાં ડેન્ગયુના ૬૯૩ તથા ચીકનગુનીયાના ર૮૭ કેસ નોંધાયા છે. જયારે સાદા મેલેરીયાના ૧૯૯ અને ઝેરી મેલેરીયાના ૧૬ કેસ કન્ફર્મ થયા છે. જયારે જાન્યુઆરી- ર૧ થી રપ સપ્ટેમ્બર સુધી સાદા મેલેરીયાના ૬૬૧, ઝેરી મેલેરીયાના પ૭, ડેન્ગયુના ૧૩૯૧ તેમજ ચીકનગુનીયાના ૬૯૬ કેસ નોંધાયા છે.

ર૦ર૦ની સાલમાં આ જ સમયગાળા દરમ્યાન ડેન્ગયુના રપપ તથા ચીકનગુનીયાના ૧૯૬ કેસ કન્ફર્મ થયા હતા. આમ, ગત્‌ વર્ષની સરખામણીએ ચાલુ વર્ષમાં ડેન્ગયુના કેસમાં પાંચ ગણો અને ચીકનગુનિયાના કેસમાં ત્રણ ગણો વધારો થયો છે. ર૦ર૦ના સમગ્ર વર્ષ દરમ્યાન ડેન્ગયુના ૪૩ર તથા ચીકનગુનીયાના ૯ર૩ કેસ નોંધાયા હતા.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સપ્લાય થતા પાણીમાં પ્રદુષણની માત્રા વધારે હોવાથી તેમજ ખુલ્લેઆમ વેચાણ થતા અખાદ્ય પદાર્થોના કારણે પાણીજન્ય રોગચાળો પણ વકરી રહયો છે. શહેરમાં ચાલુ સાલમાં રપ સપ્ટેમ્બર સુધી કમળાના ૧૯૬ તથા ટાઈફોઈડના ર૯૧ કેસ નોંધાયા છે.

જયારે ચાલુ વર્ષ દરમ્યાન ઝાડા ઉલ્ટીના ર૬પ૦, કમળાના ૯૮૯, ટાઈફોઈડના ૧પ૪૪ તેમજ કોલેરાના ૬૪ કેસ નોંધાયા છે. જેની સામે ર૦ર૦ની સાલમાં આ જ સમયગાળા દરમ્યાન ઝાડા ઉલ્ટીના ૧૭પ૦, કમળાના પ૪૦, ટાઈફોઈડના ૯૬પ તેમજ કોલેરાના ઝીરો કેસ નોંધાયા હતા. ર૦ર૧માં કોલેરાના કેસમાં થયેલ વધારો ચોંકાવનારો છે.

મ્યુનિ. આરોગ્ય વિભાગના વડા ડો. ભાવિન સોલંકીના જણાવ્યા મુજબ મચ્છરના બ્રીડીંગ શોધવા માટે મેલેરીયા ખાતાની ૪૦૦ અને હેલ્થ વિભાગની ૩૦૦ ટીમો કામ કરી રહી છે. રોગચાળાને નિયંત્રણમાં લેવા માટે આઈ.આર. સ્પ્રે કરવામાં આવી રહયો છે. તંત્ર દ્વારા ર,૬૪,ર૪ર રહેણાંક મકાનોમાં આઈ.આર. સ્પ્રે. કરવામાં આવ્યો છે.

જયારે ૭૦૭૮ બિન રહેણાંક મિલ્કતોમાં પણ સ્પ્રે કામગીરી કરવામાં આવી છે. સપ્ટેમ્બર ર૦ર૦માં ડેન્ગયુ માટે ૮૧પ૬ સીરમ સેમ્પલ લેવામાં આવ્યા હતા જેની સામે રપ સપ્ટેમ્બર ર૦ર૧ સુધી ૬૦૯ર સીરમ સેમ્પલ લેવામાં આવ્યા છે. જયારે પાણીજન્ય રોગચાળાને કાબુમાં લેવા માટે ૭૯૯ર પાણીના સેમ્પલ ટેસ્ટ માટે લેવામાં આવ્યા છે.

જે પૈકી ૧પ૬ સેમ્પલ અનફીટ જાહેર થયા છે. ચાલુ વર્ષ દરમ્યાન ર૦ર સેમ્પલમાં કલોરીનનો અભાવ જાેવા મળ્યો હતો. શહેરના ગોતા, ચાંદલોડીયા, બોડકદેવ, નારણપુરા વિસ્તારમાં ડેન્ગયુ- ચીકનગુનિયાના કેસ જાેવા મળ્યા છે.

જયારે દાણીલીમડા, બહેરામપુરા, ગોમતીપુર, વટવા વિસ્તારમાં પાણીજન્ય રોગના કેસ મોટી સંખ્યામાં બહાર આવી રહયા છે મ્યુનિપલ હેલ્થ અને મેલેરિયા વિભાગ દ્વારા ર૮ સપ્ટેમ્બરે દરેક ઝોનમાં કોમર્શિયલ એકમોના ચેકીંગ કરવામાં આવ્યા હતા ચેકીંગ દરમિયાન રર૭ એકમોને નોટીસ બજાવવામાં આવી હતી તેમજ ૪૧૩૮૦૦નો વહીવટી ચાર્જ વસુલ કર્યો છે

જયારે બહેરામપુરા વોર્ડમાં આર.વી ડેનીમને મચ્છર બ્રીડીંગ મામલે સીલ કરવામાં આવ્યું છે. મ્યુનિ. હેલ્થ વિભાગ દ્વારા મધ્યઝોનમાં ૩પ, દક્ષિણ ઝોનમાં ૧ર૮, દક્ષિણ પશ્ચિમ ઝોનમાં ૧૪, ઉત્તર પશ્ચિમમાં ૩ર, પૂર્વ ઝોનમાં પ૯, ઉત્તરઝોનમાં ર૮, તથા પશ્ચિમ ઝોનમાં ૧રપ એકમોને ચેકીંગ કરવામાં આવ્યા હતા. સરખેજ વિસ્તારમાં શીવાલીક હુનડાઈને નોટીસ આપી વહીવટી ચાર્જ પેટે રૂા.૧૦ હજાર વસુલ કરવામાં આવ્યા છે. જયારે સરખેજમાં જ હુનડાઈ સર્વિસ સ્ટેશનને પણ નોટીસ આપવામાં આવી હતી તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.

મ્યુનિ. કોંગ્રેસ પક્ષના પૂર્વ નેતા અને પૂર્વ કોર્પોરેટર સુરેન્દ્રભાઈ બક્ષીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતું કે અધિકારીઓ પાછલા વર્ષોના અનુભવ પરથી પણ બોધપાઠ લેતા નથી. પ્રિ-મોન્સુન એકશન પ્લાનના અમલ દરમ્યાન જ દવા અને સાધનોની ખરીદી કરવાના બદલે ચોમાસાની સીઝન પૂર્ણ થવા આવે ત્યારે ફોગીંગના કોન્ટ્રાકટ આપવામાં આવે છે.

રોગચાળો વકરી રહયો હોવા છતાં પણ દવા છંટકાવ થતો નથી. મ્યુનિ. સ્ટેન્ડીંગ કમીટી અને હેલ્થ કમીટીની તમામ બેઠકોમાં માત્ર “ફોગીંગ”નું જ રટણ થાય છે પરંતુ કામગીરી થતી નથી જેના પરીણામે રોગચાળો વકરી રહયો છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.