Western Times News

Gujarati News

બિલ્ડરે પુરા કરવા પડશે ગ્રાહકોને આપેલા વચનો: સુપ્રીમ કોર્ટ

નવીદિલ્હી, દેશના કરોડો હોમ બાયર્સ માટે સુપ્રીમ કોર્ટે મોટી રાહત આપી છે. એક મામલાી સુનાવણી કરતા વડી અદાલતે આદેશ આપ્યો છે કે, હવે અધૂરા પ્રોજેક્ટ ડિલીવર કરવા પર બિલ્ડર્સને વળતર આપવું પડશે. કોર્ટે એવું પણ કહ્યુ છે કે, બિલ્ડર્સે બાયર્સને કરેલા તમામ વચનો પુરા કરવા પડશે.

સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યુ છે કે, બાયર્સને કરેલા વાયદા મુજબ પ્રોજેક્ટના માળખાગત ઢાંચામા ફરિયાદ અને તેમા રહેલી સુવિધાઓ (જેનો વાયદો કર્યો હતો) વગરના ફ્લેટ ડિલીવવર કરવા અથવા પ્રોજેક્ટ અધૂરા હોવાની સ્થિતીમાં બિલ્ડર્સે આરડબ્લ્યુએને વળતર આપવું પડશે.

દિલ્હીથી અડીને આવેલા ગૌતમ બુદ્ધ નગરના એક પ્રોજેક્ટ સાથે જાેડાયેલા કેસની સુનાવણી દરમિયાન આ વાત કહી હતી. આ મામલામાં બિલ્ડર પદ્મિની ઈંફ્રાસ્ટ્રક્ચરે ૧૮ વર્ષ પહેલા વોટર સોફ્ટનિંગ પ્લાન્ટ, હેલ્થ ક્લબ, સ્વિમીંગ પૂલ અને ફાયર ફાટીંગ સિસ્ટમ વગર જ પ્રોજેક્ટ હેંડઓવર કરી દીધો હતો.આ મામલામાં લાંબ વિવાદ બાદ આખરે સુપ્રીમ કોર્ટે ન્યાય કરતા બિલ્ડર કંપનીએ આરડબ્લ્યુએને ૬૦ લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.