Western Times News

Gujarati News

આગામી બે ટી-૨૦ વર્લ્ડકપ માટે રોહિતને નેતૃત્વ સોંપો

નવી દિલ્હી,  દિગ્ગજ ક્રિકેટર અને ભારતીય ટીમના પૂર્વ ઓપનર બેટસમેન તથા પૂર્વ કેપ્ટન સુનિલ ગાવાસકરનુ માનવુ છે કે, આગામી બે ટી-૨૦ વર્લ્‌ડકપ માટે રોહિત શર્માને ટીમ ઈન્ડિયાની કેપ્ટનશિપ આપવાની જરૂર છે.

ઉલ્લેખનીય છે કે, આગામી મહિને રમાનારા ટી-૨૦ વર્લ્‌ડ કપ બાદ કોહલીએ આ ફોર્મેટમાં કેપ્ટનશિફ છોડવાની જાહેરાત કરેલી છે ત્યારે ગાવાસકરનુ માનવુ છે કે, આવતા બે વર્ષે સતત બે ટી ૨૦ વર્લ્‌ડકપ રમાવાના છે ત્યારે તેના માટે રોહિતને કેપ્ટન બનાવવો જાેઈએ.

ટીવી ચેનલના કાર્યક્રમમાં પૂછવામાં આવ્યુ ત્યારે તેમણે ઉપરોક્ત જવાબ આપતા કહ્યુ હતુ કે, એક પછી એક વર્લ્‌ડકપ ઉપરા છાપરી રમાવવાના છે ત્યારે સ્વાભાવિક છે કે, વારંવાર કેપ્ટન બદલવાનુ ભારતીય ટીમ મેનેજમેન્ટ પસંદ નહીં કરે, આગામી બે વર્લ્‌ડકપ માટે નિશ્ચિત પણે રોહિત શર્મા મારી પસંદગી છે.

જ્યારે વાઈસ કેપ્ટન તરીકે હું કે.એલ.રાહુલ તેમજ ઋષભ પંતનુ નામ આગળ કરીશ. પંતે દિલ્હીની ટીમની આઈપીએલમાં સારી રીતે કેપ્ટનશિપ કરી છે અને બોલરોનો બહુ ચતુરાઈપૂર્વક ઉપયોગ કર્યો છે.

ગાવાસકરે કહ્યુ હતુ કે, તમને એવા કેપ્ટનની જરૂર પડતી હોય છે જે પરિસ્થિતિને સમજીને તે પ્રમાણે એક્શન લઈ શકે અને તેના કારણે હું રાહુલ કે પંતને વાઈસ કેપ્ટન તરીકે જાેઈ રહ્યો છું.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.