Western Times News

Gujarati News

ટી ટવેન્ટી વર્લ્ડ કપ માટે ભારતીય ટીમમાં ધરખમ ફેરફાર થઈ શકે છે

)

નવીદિલ્હી, ટી૨૦ વર્લ્‌ડ કપની શરૂઆત ૧૭ ઓક્ટોબરથી યુએઈમાં થશે. ટી૨૦ વર્લ્‌ડ કપમાં ભારત પોતાની પહેલી મેચ ૨૪ ઓક્ટોબરના રોજ પાકિસ્તાન સામે રમશે. ટી૨૦ વર્લ્‌ડ કપમાં તક મળ્યા બાદથી જ આ ખેલાડીનો આઈપીએલમાં સતત ફ્લોપ શો ચાલું છે. સિલેક્ટર્સે ટી૨૦ વર્લ્‌ડ કપમાં આ ખેલાડી માટે શ્રેયસ ઐયર જેવા ધૂરંધર ખેલાડીની અવગણના કરી. શ્રેયસ ઐયર રિઝર્વ ખેલાડી તરીકે રખાયો છે. આ ખેલાડી પંજાબ કિંગ્સ વિરુદ્ધ મંગળવારે રમાયેલી મેચમાં શૂન્યના સ્કોરે આઉટ થઈ ગયો હતો.

આઈપીએલમાં સૂર્યકુમાર યાદવનું ખરાબ ફોર્મ સતત ચાલુ છે. આ ખરાબ પ્રદર્શનને જાેયા બાદ ફેન્સ પણ ખુબ નિરાશ છે. ભારતીય ફેન્સના મનમાં સતત અનેક પ્રકારના સવાલ ઉઠી રહ્યા છે. આઈપીએલમાં સતત ખરાબ પ્રદર્શનના કારણે સૂર્યકુમાર યાદવને સોશિયલ મીડિયામાં ખુબ ટ્રોલ કરવામાં આવી રહ્યો છે. આઈસીસીના નિયમોનું માનીએ તો હજુ પણ ટીમ મેનેજમેન્ટ ૧૦ ઓક્ટોબર સુધીમાં પોતાની સ્ક્વોડમાં ફેરફાર કરી શકે છે. આવામાં સૂર્યકુમાર યાદવને ટી૨૦ વર્લ્‌ડ કપ ટીમમાંથી બહાર કરવાની માગણી ઉઠી છે.

આઈપીએલ ૨૦૨૧ ના બીજા તબક્કાને ટી૨૦ વર્લ્‌ડ કપની તૈયારીની રીતે જાેવામાં આવી રહ્યો છે. અત્યાર સુધીમાં ભારત તરફથી ટી૨૦ વર્લ્‌ડ કપ માટે ચૂંટાયેલા કેટલાક ખેલાડીઓનું પ્રદર્શન બીજા તબક્કામાં ખુબ ખરાબ રહ્યું છે. ખાસ કરીને સૂર્યકુમાર યાદવ પર એક નજર નાખીએ તો યુએઈ લેગમાં તે મુંબઈ ઈન્ડિયન્સ તરફથી ૪ મેચ રમ્યો છે પરંતુ તેના બેટમાંથી રન નીકળ્યા જ નથી.

બીજી બાજુ જે પ્રકારે શ્રેયસ ઐયર યુએઈની પીચો પર રનનો વરસાદ કરી રહ્યો છે તે જાેતા ટી૨૦ વર્લ્‌ડ કપ ૨૦૨૧ની જાહેર થયેલી ૧૫ સભ્યોની ટીમના મીડલ ઓર્ડરમાં મોટો ફેરફાર થઈ શકે છે. સૂર્યકુમાર યાદવના ખરાબ ફોર્મને જાેતા આ ફેરફાર ભારતીય ટીમમાં થઈ શકે છે. જાે કે શ્રીલંકા વિરુદ્ધ તેણે ખુબ સારું પ્રદર્શન કર્યું હતું. આ અગાઉ ઈંગ્લેન્ડ વિરુદ્ધ ડેબ્યુ સમયે પણ બે શાનદાર ઈનિંગ રમી હતી. એટલે કે શ્રેયસ ઐયરનું ફોર્મ સૂર્યાના ખરાબ પ્રદર્શન પર ભારે પડી શકે છે.

ટી૨૦ વર્લ્‌ડ કપ માટે ભારતની ટીમ ઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઈસ કેપ્ટન), કે એલ રાહુલ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટ કિપર), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, રાહુલ ચાહર, રવિચંદ્રન અશ્વિન, અક્ષર પટેલ, વરુણ ચક્રવર્તી, જસપ્રીત બુમરાહ, ભુનિેશ્વર કુમાર, મોહમ્મદ શમી

સ્ટેન્ડબાય- શ્રેયસ ઐય્યર, શાર્દુલ ઠાકુર, દીપક ચાહર,કોચ- રવિ શાસ્ત્રી,મેન્ટર- એમ એસ ધોની.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.