Western Times News

Gujarati News

ઇ-સ્‍ટેમ્‍પીંગ લાયસન્‍સ મેળવવા કોણ અરજી કરી શકે છે

તા.૧લી ઓકટોબરથી ઇ-સ્‍ટેમ્‍પીંગ અને ફ્રેકીંગ સ્‍ટેમ્‍પ પેપર અમલમાં આવશે  – જિલ્‍લા કલેકટર શ્રી દિલીપ રાણા

સ્‍ટેમ્‍પ વેન્‍ડરો, ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ, કંપની સેક્રેટરી, ઇ-ગવર્નસ પ્‍લાન હેઠળ કાર્યરત કોમન સર્વિસ સેન્‍ટર, આર.બી.આઇ., રજિસ્‍ટર્ડ નોન બેન્‍કીંગ ફાયનાન્‍સીયલ કંપની, લાયસન્‍સી નોટરી અથવા રાજય સરકારના પૂર્વ પરામર્શ બાદ કોઇ વ્‍યકિત/એજન્‍સી તરીકે ACC તરીકે નિમણૂંક મેળવવા માંગતા હોય તો તેવો પણ આ લાયસન્‍સ મેળવવા અરજી કરી શકે છે

આણંદ પરંપરાગત ફીઝીકલ સ્‍ટેમપ પેપરના વેચાણમાં સ્‍ટેમ્‍પ પેપરની તંગી, કૃત્રિમ અછત જૂની તારીખમાં સ્‍ટેમ્‍પ પેપ્‍રના વેચાણ અને છેતરપીંડી જેવી જોવા મળતી મુશ્‍કેલીઓના નિવારણ અર્થે તેમજ ડીજીટલ વ્‍યવહારોને પ્રોત્‍સાહન આપવાના હેતુસર પરંપરાગત ફીઝીકલ નોન જયુડીશીયલ સ્‍ટેમ્‍પ પેપરનું  તા. ૧લી ઓકટોબરથી વેચાણ બંધ કરવામાં આવશે. જેના સ્‍થાને ઇ-સ્‍ટેમ્‍પીંગ અને ફ્રેકીંગ સ્‍ટેમ્‍પ તેનું સ્‍થાન લેશે તેમ જિલ્‍લા કલેકટર શ્રી દિલીપ રાણાએ જણાવ્‍યું છે.

કલેકટર કચેરી મીડિયા સાથે વાત કરતાં કલેકટરશ્રી દિલીપ રાણાએ આ અંગેની વધુ વિગતો આપતાં જણાવ્‍યું હતું કે, જનતાને કોઇપણ પ્રકારની તકલીફ ન પડે અને સરળતાથી ઇ-સ્‍ટેમ્‍પ અને ફ્રેકીંગ મશીન દ્વારા સ્‍ટેમ્‍પ મળી રહે તે માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે તેમજ સ્‍ટેમ્‍પ વેન્‍ડોરને પણ લાયસન્‍સ આપવામાં આવશે તે અંગેની કાર્યવાહી હાલ પ્રગતિમાં છે.

શ્રી રાણાએ જિલ્‍લામાં હાલ ૧૨ ઇ-સ્‍ટેમ્‍પનું લાયસન્‍સ મેળવવા માટેની અરજીઓ પ્રાપ્‍ત થયેલ છે જેમાં સ્‍ટેમ્‍પ વેનડર, નોટરી અને સામાન્‍ય વ્‍યકિતનો સમાવેશ થયેલ છે જેની કાર્યવાહી પણ હાલ ચાલી રહી હોવાનું કહ્યું હતું. શ્રી રાણાએ જાહેર જનતાને સ્‍ટેમ્‍પ ડયુટી ચુકવવામાં કોઇ અગવડ ન પડે તે માટે સ્‍ટેમ્‍પ ડયુટી ફ્રેન્‍કીંગ મશીન પરવાના ધરાવતી બેન્‍કોમાંથી પણ બેન્‍કીંગ સમય દરમિયાન ફ્રેન્‍કીંગ સ્‍ટેમ્‍પ મેળવી શકાશે તેમ જણાવ્‍યું હતું.

શ્રી રાણાએ ઇ-સ્‍ટેમ્‍પીંગ પધ્‍ધતિના અમલ માટે સ્‍ટોક હોલ્‍ડીંગ કોર્પોરેશન ઓફ ઇન્‍ડિયા લિમિટેડ સાથે ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવેલ કરાર અન્‍વયે  આ કંપની દ્વારા રાજયમાં તમા સબ રજિસ્‍ટ્રાર કચેરીઓ ખાતે તથા પરવાના ધરાવતી બેન્‍કો ખાતે આ કંપનીના ઓથોરાઇઝડ કલેકશન સેન્‍ટર (ACC) તરીકે ઇ-સ્‍ટેમ્‍પીંગ કેન્‍દ્રો ચાલુ હોવાનું કહ્યું હતું.

શ્રી રાણાએ જે લાયસન્‍સ સ્‍ટેમ્‍પ વેન્‍ડર પાસે નોન-જયુડિશીયલ સ્‍ટેમ્‍પ પેપ્‍રનો જથ્‍થો પડયો હોય તે તમામ સ્‍ટેમ્‍પ વેન્‍ડરોને તા. ૩૦/૯/૧૯ના કચેરી સમય બાદ તુરત તે જ દિવસે સંબંધિત સ્‍ટેમ્‍પ પેપરનો જથ્‍થો પરત જમા લઇને તેઓને કમિશન બાદ રીફંડ ચૂકવી દેવામાં આવશે જેથી કોઇ નુકશાન થવાની સંભાવના રહેતી ન હોવાનું કહ્યું હતું.

મીડિયા સાથેની બેઠકમાં અત્‍યાર સુધી ઇ-સ્‍ટેમ્‍પીંગ રૂલ્‍સની જોગવાઇઓ મુજબ શીડયુલ બેન્‍કો, કેન્‍દ્ર અને રાજય સરકારના નિયંત્રણ હેઠળની નાણાંકીય સંસ્‍થાઓ કે એકમો અને પોસ્‍ટ ઓફિસ (ACC) ની નિમણુંક માટે યોગ્‍યતા ધરાવતા હતા જેમાં લોકોની સુવિધા માટે રાજય સરકારે હવે સુધારો કરીને શીડયુલ બેન્‍કો, કન્‍દ્ર અને રાજય સરકારના નિયંત્રણ હેઠળની નાણાંકીય સંસ્‍થાઓ કે એકમો અને પોસ્‍ટ ઓફિસ ઉપરાંત લાયસન્‍સ ધરાવતા સ્‍ટેમ્‍પ વેન્‍ડરો, ચાર્ટર્ડ એકાઉન્‍ટન્‍ટ, કંપની સેક્રેટરી, ઇ-ગવર્નસ પ્‍લાન હેઠળ કાર્યરત કોમન સર્વિસ સેન્‍ટર, આર.બી.આઇ., રજિસ્‍ટર્ડ નોન બેન્‍કીંગ ફાયનાન્‍સીયલ કંપની, લાયસન્‍સી નોટરી અથવા રાજય સરકારના પૂર્વ પરામર્શ બાદ કોઇ વ્‍યકિત/એજન્‍સી તરીકે ACC તરીકે નિમણૂંક મેળવવા માંગતા હોય તો તેવો પણ આ લાયસન્‍સ મેળવવા અરજી કરી શકે છે તેમ જણાવાયું હતું.

મીડિયા સાથે યોજાયેલ આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર શ્રી પી. સી. ઠાકોર અને સ્‍ટેમ્‍પ ડયુટી મૂલ્‍યાંકન તંત્રના નાયબ કલેકટર શ્રી પ્રજ્ઞાબેન ગોંડલિયાએ જિલ્‍લામાં જનસેવા કેન્‍દ્રો, અર્બન બેન્‍કો, મામલતદાર કચેરીઓ ખાતે ઇ-સ્‍ટેમ્‍પીંગ સેન્‍ટરો કાર્યરત હોવાની જાણકારી આપી હતી.

આ અંગેની કોઇપણ વ્‍યકિતને વધુ માહિતી કે જાણકારી મેળવવી હોય તો આણંદના સ્‍ટેમ્‍પ ડયુટી અને મૂલ્‍યાંકન તંત્રની કચેરીનો સંપર્ક કરી મેળવી શકે છે તેમ પણ જણાવાયું હતું.  આ બેઠકમાં પ્રિન્‍ટ અને ઇલેકટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ, ફોટોગ્રાફરશ્રીઓ અને કેમેરામેનશ્રીઓએ ઉપસ્‍થિત  રહી જિલ્‍લા કલેકટરશ્રી સાથે પ્રશ્નોત્તરી કરી હતી જેના જિલ્‍લા કલેકટર શ્રી દિલીપ રાણાએ સંતોષકારક પ્રત્‍યુત્તર પાઠવ્‍યા હતા.

જયારે આ બેઠકમાં સ્‍ટેમ્‍પ ડયુટી કચેરીના સ્‍ટેમ્‍પ નિરીક્ષક શ્રી રાકેશ ઝાલા અને નોંધણી નિરીક્ષક શ્રી જે. એમ. ઠકકર પણ ઉપસ્‍થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.