Western Times News

Gujarati News

ચોરાયેલી કારનો ક્લેઈમ વ્યાજ સાથે ચુકવવા આદેશ

નવી દિલ્હી , દિલ્હીમાં એક વ્યક્તિના ઘરની બહારથી તેની ફોર્ચ્યુનર કાર ચોરી થઈ ગઈ. પીડિતની ફરિયાદને આધારે વિવેક વિહાર પોલીસે કેસ દાખલ કરી લીધો. પરંતુ ઈન્શ્યોરન્સ કંપનીએ ક્લેમના ૨૩ લાખ રુપિયા આપવાનો ઈનાકર કરી દીધો. કંપનીની દલીલ હતી કે ફરિયાદીએ કારની બીજી ચાવી પાછી નહોતી આપી, જેના કારણે તેમને પૈસા આપી શકાય નહીં. જ્યારે પીડિતનો દાવો હતો કે બીજી ચાવી ખોવાઈ ગઈ છે.

ઈન્શ્યોરન્સ કંપનીએ પૈસા આપવાની ના પાડી દેતા કેસ દિલ્હી સ્ટેટ કન્ઝ્‌યુમર કોર્ટમાં પહોંચ્યો હતો. કોર્ટના જ્યુડિશિયલ મેમ્બર ઓપી ગુપ્તાએ આ કેસમાં ચુકાદો સંભળાવ્યો કે ઈન્શ્યોરન્સ કંપનીએ છ ટકા વ્યાજ સાથે ક્લેમની ૭૫ ટકા રકમ પીડિતને આપવી પડશે. આદેશ અનુસાર કંપનીએ પીડિતને આ રકમ ચૂકવી દીધી છે.

આ કેસમાં પીડિત સંદીપ તનેજા સૂરજમલ વિહાર વિસ્તારમાં રહે છે. ૧૭મી ફેબ્રુઆરી ૨૦૧૪ની રાતે લગભગ સાડા આઢ વાગે તેની ફોર્ચ્યુનર કાર ઘરની બહારથી ચોરી થઈ ગઈ હતી.

એચડીએફસી અર્ગો જનરલ ઈન્શ્યોરન્સ નામની કંપની પાસે કારનો વીમો કરાવવામાં આવ્યો હતો. આ વીમાનો સમયગાળો ૧ ઓગસ્ટ ૨૦૧૩થી ૩૧ જુલાઈ ૨૦૧૪ સુધીનો હતો. ઈન્શ્યોરન્સના સમયગાળા દરમિયાન કાર ચોરી થઈ હોવાને કારણે સંદીપ તનેજાએ કંપની પાસેથી ક્લેમની રકમ માંગી હતી અને કારની એક ચાવી કંપનીને સોંપી હતી. કંપનીએ કારની બીજી ચાવી માંગી પણ ફરિયાદીએ જણાવ્યું કે, કારની બીજી ચાવી ઘરમાં ખોવાઈ ગઈ છે અને હવે મળી નથી રહી.

કંપનીએ આ વાતને પોલિસીનો મુદ્દો બનાવીને ક્લેમ આપવાથી ઈનકાર કરી લીધો. ત્યારપછી ફરિયાદીએ એડવોકેટ રાજેશ શર્માના માધ્યમથી દિલ્હી સ્ટેટ કન્ઝ્‌યુમર કોર્ટમાં ફરિયાદ કરી હતી. તેમણે ૧૮ ટકા વ્યાજ સાથે ક્લેમની રકમનો દાવો કર્યો હતો અને બે લાખ માનસિક પ્રતાડના માટે માંગ્યા હતા.

આ સિવાય ૨૧ હજાર કેસ લડવા પાછળ થયેલો ખર્ચ પણ માંગ્યો હતો. કોર્ટે બન્ને પક્ષની દલીલ સાંભળ્યા પછી કંપનીને આદેશ કર્યો કે, છ ટકા વ્યાજ સાથે ક્લેમની ૭૫ ટકા રકમ આપવામાં આવે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.