Western Times News

Gujarati News

બીજી ઓક્ટોબર પછી રાજ્યમાં વરસાદ વિરામ લે તેવી શક્યતા

પ્રતિકાત્મક

અમદાવાદ, ગુજરાત પર ગુલાબ વાવાઝાડા બાદ બનેલા ડિપ્રેશનથી વરસાદી માહોલ જામ્યો છે. જે બાદ આ ડિપ્રેશન અરબી સમુદ્રમાં મળીને ફરી એકવાર વાવાઝોડાનું સ્વરુપ ધારણ કરશે. નવા બનનારા શાહીન વાવાઝોડાના લીધે રાજ્યના કચ્છ તથા સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

જાેકે, આજે તથા આવતીકાલે રાજ્યમાં વરસાદ રહ્યા બાદ મેઘરાજા વિરામ લે તેવી શક્યાતાઓ દેખાઈ રહી છે.

ગુરૂવારે બપોરે ૨ વાગ્યાથી ૪ વાગ્યાની વચ્ચે ડિપ્રેશન કચ્છના દરિયામાં મળીને વાવાઝોડું બનેશે, આ વાવાઝોડું ઉત્તર-પશ્ચિમ અરબી સમુદ્ર તરફ આગળ વધશે. આ વાવાઝોડાના લીધે કચ્છ સહિત સૌરાષ્ટ્રના જામનગર, દ્વારકા, મોરબી, રાજકોટ સહિતના જિલ્લાઓમાં અનરાધાર વરસાદ થવાની આગાહી છે.

રાજ્યમાં આજે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. આ સિવાય રાજ્યના પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, ભરુચ, સુરતમાં પણ હળવાથી ભારે વરસાદ થવાની આગાહી છે.

રાજ્યમાં સવારે ૬ વાગ્યાથી ૧૦ વાગ્યા સુધીમાં સૌથી વધારે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં ૧.૬૫ ઈંચ વરસાદ થયો છે, જ્યારે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા અને દ્વારકામાં અનુક્રમે ૧.૨૨ ઈંચ અને ૧૮એમએમ વરસાદ નોંધાયો છે. આ સિવાય જામનગરના જાેડિયામાં ૧૨એમએમ, જૂનાગઢના વિસાવદરમાં ૧૨એમએમ, જામનગરમાં ૧૧એમએમ અને દ્વારકાના ભાણવડમાં ૧૦એમએમ વરસાદ થયો છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે દિવસ એટલે કે ૧ અને ૨ ઓક્ટોબર દરમિયાન રાજ્યના અલગ-અલગ ભાગોમાં વરસાદ પડી શકે છે, જ્યારે તે પછી ભારે વરસાદની કોઈ આગાહી નથી. ૧ ઓક્ટોબરના રોજ રાજ્યના કચ્છ, જામનગર, પોરબંદર, દ્વારકા અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

જ્યારે રોજકોટ, જૂનાગઢ, મોરબી, ગીર સોમનાથ, દીવ અને દક્ષિણ ગુજરાતના ભરુચ, સુરત, નવસારી, વલસાડમાં ભારેથી હળવો વરસાદ થઈ શકે છે.

૨ ઓક્ટોબરના રોજ કચ્છ, રાજકોટ, જામનગર, પોરબંદર અને દ્વારાકામાં ભારે વરસાદ થઈ શકે છે. જે પછી રાજ્યમાં છૂટાછવાયા વરસાદ સિવાય કોઈ મોટી આગાહી કરવામાં નથી આવી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.