Western Times News

Gujarati News

બિલાલ કાશ્મીરીએ મદરેસામાં યુવાનોનું બ્રેઈન વોશ કર્યું

(પ્રતિનિધિ)અમદાવાદ, ગુજરાત રાજ્યમાં કેટલાંક સમયથી નશીલાં પદાર્થાેનું દુષણ ભયજનક રીતે વધી જતાં પોલીસની વિવિધ એજન્સીઓએ પોતપોતાની રીતે આ ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામવા પગલાં લઈ રહી છે. ખાસ કરીને ગુજરાત એન્ટી ટેરરીસ્ટ સ્કવોડ (એટીએસ)ને આ બાબતે ઘણી મોટી સફળતા મળી છે.

કાલુપુર ખાતે મદરેસામાં રહેતા બે કાશ્મીરી અસલમ કાશ્મીરી તથા બશીર કાશમીરીનાં નામ ખુલ્યા હતા. આ બંને મદરેસામાં ભણતાં યુવાનોને કોમી રમખાણો અને મુસ્લિમોને થયેલાં નુકસાનની ડીવીડી બતાવી બદલો લેવા માટે સીસ્ટોમેટીક બ્રેઈનવોશ કરતાં હતા.

જ્યારે બિલાલ કાશ્મીરી પણ એ વખતે એ જ મદરેસામાં ભણતો હતો અને આતંકવાદી સંગઠન લશ્કર એ તોયબાનાં સંપર્કમાં આવ્યો હતો. બિલાલ આતંકી પ્રવૃત્તિ માટે ફાળો ઊઘરાવતો તથા ધાર્મિક શિક્ષણનાં બહાને ભ્રમ ફેલાવતી વાતો કરી વિદ્યાર્થીઓને પોતાની જાળમાં ફસાવ્યા હતા.

બાદમાં ૧૫ જેટલાં યુવાનોને પાકિસ્તાનની આઈએસઆઈ એજન્સીનાં નેટવર્કથી હથિયારો ચલાવવા તથા બોમ્બ બ્લાસ્ટની ટ્રેનીંગ માટે પીઓકે તથા પાકિસ્તાનનાં કેમ્પોમાં મોકલી આપ્યા હતા. આ ગુનામાં અગાઉ નવ આરોપીઓ પકડાયા હતા. જ્યારે બિલાલને બારામુલ્લાથી ઝડપી લેવામાં આવ્યો છે. ઉપરાંત એસએસપી દિપન ભદ્રન દ્વારા વધુ તપાસ કરવામાં આવતાં બશીર કાશ્મીર વર્ષ ૨૦૧૫-૧૬માં પોલીસ અથડામણમાં મૃત્યુ પામ્યો હોવાનું બહાર આવ્યું છે.

ડ્રગ્સનાં નાણાં જેહાદી પ્રવૃત્તિમાં વપરાતાં
એટીએસની ટીમે બે આરોપીને ઝડપીને તથા ઊંડાણપૂર્વકની તપાસ કરી હતી. જેમાં નશીલા પદાર્થાેનાં વેચાણ દ્વારા ઊપજેલાં નાણાંનો ઉપયોગ દેશ વિરોધી પ્રવૃત્તિ તથા ષડયંત્રમાં થતો હોવાનો પર્દાફાશ થયો છે. જેને પગલે આવનાર દિવસોમાં હજુ વધુ કેટલાંક દેશવિરોધી તત્ત્વો ઝડપાય તેવી શક્યતાઓ નકારી શકાય એમ નથી.

મોહમદ હુસેન અને તેનો ભાઈ ડ્રગ અલગ અલગ સ્થળે પહોંચાડતા

જ્યારે વર્ષ ૨૦૦૯માં એટીએસએ ઊનાવા ખાતેથી ૧૦ કિલો ચરસનો જથ્થો પકડ્યો હતો. જેમાં પકડાયેલા આરોપીઓએ કાશ્મીરથી કુલ ૧૦૮ કિલો ચરસનો જથ્થો મોકલ્યા હોવાનું કબુલ્યુ હતું. આ ગુનામાં પણ આઠ ઈસમોની અટક કરવામાં આવી હતી.

જ્યારે કાશ્મીરથી ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ કરનાર આરોપીઓ પોલીસ પકડની બહાર હતા. ભંગ દ્વારા તપાસ કરવામાં આવતા અનંતનાગ તથા દક્ષિણ કાશ્મીરનું વાતાવરણ માફક આવતું હોવાથી ત્યાંથી મોટાં પ્રમાણમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ચરસ જેવાં પદાર્થાેનો સપ્લાય કરવામાં આવે છે.

જેમાં અનંતનાગનાં બશીર ઘર અને તેનો ભાઈ મહમંદ હુસેન અલી દાર દ્વારા ટ્રકમાં ગુજરાત ખાતે નશીલો પદાર્થ ડિલીવર કરવામાં આવતો હતો. જેમાંથી મહમંદહુસેનને અનંતનાગથી પકડી લેવામાં આવ્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.