Western Times News

Gujarati News

મેઘાલયઃ બસ નદીમાં ખાબકતા ૬ મુસાફરોના મોત થયાં

નવીદિલ્હી, મેઘાલયમાં એક ગમખ્વાર અકસ્માત સર્જાયો જેમા તૂરા થી શિલોન્ગ જઈ રહેલી બસ રિંગડી નદીમાં પડી ગઈ. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૬ યાત્રીઓના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. ઘાયલોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અને બીજા જે પણ યાત્રીઓ ફસાયેલા છે તેમને પણ બચાવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. 6 people died and 16 were injured when a #Meghalaya State Transport Corporation bus plunged into a river early on September 30.

આ અકસ્માતમાં પોલીસે અત્યાર સુધીમાં ૫ લોકોના મોતનુ પુષ્ટી કરી છે. જાેકે સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે અત્યાર સુધીમાં ૬ લોકોના મોત થયા છે. ઘાયલ મુસાફરોને વિલિયમનગર અને તૂરા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક મીડિયાના કહેવા પ્રમાણે ચાર મૃતદેહોને નદીમાંથી નિકાળવામાં આવ્યા છે.

જ્યારે બે મૃતદેહો હજુ પણ બસમાં ફસાયેલા છે. પોલીસના કહેવા પ્રમાણે અત્યાર સુધીમ કુલ ૧૬ ઘાયલોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ અકસ્માત નોન્ગશ્રામ પુલ થયો જે ગારો હિલ્સ અને વેસ્ટ ખાસી હિલ્સની સીમા પર આવેલ છે. પોલીસના જણાવ્યા અનુસાર બસમાં ૨૧ યાત્રીઓ મુસાફરી કરી રહ્યા હતા.

ઘટનાની જાણ થતા પોલીસ તેમજ ઈમરજન્સી ટીમ તાત્કાલીક સ્થળે પહોચ્યા હતા. સમગ્ર મામલે પોલીસે એવું કહ્યું કે ૨ લોકો હજું પણ ગાયબ છે. જેમને શોધવામાં આવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.