Western Times News

Gujarati News

અમદાવાદ ડિવિઝનમાં “સ્વચ્છતા પખવાડા”ની ઉજવણી કરવામાં આવી

પશ્ચિમ રેલવેના અમદાવાદ ડિવિઝનમાં 16 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર સુધી “સ્વચ્છતા પખવાડા” ની ઉજવણી કરવામાં આવી હતી. ડિવિઝનની દરેક ઓફિસ , સ્ટેશન અને યુનિટના કર્મચારીઓ દ્વારા સ્વચ્છતાના શપથ લઈને પખવાડાનો પ્રારંભ કરીને પ્રત્યેેક દિવસ માટે વિશેષ સફાઈ માટે રેલવે બોર્ડ દ્વારા આપવામાં આવેલ નિર્દેશ મુજબ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું.

ડિવિઝનલ રેલવે મેનેજર શ્રી તરુણ જૈને “સ્વચ્છતા પખવાડા” ના છેલ્લા દિવસે પ્રેસને સંબોધતા, જણાવ્યું હતું કે ડિવિઝન પર પ્રત્યેક દિવસને વિવિધ પોઈન્ટ/વિસ્તારો પર ધ્યાન કેન્દ્રિત કરીને સઘન સફાઈ કરવામાં આવી હતી, જેમાં સ્વચ્છતા જાગૃતિ, સ્વચ્છ સ્ટેશન, સ્વચ્છ પરિસર, સ્વચ્છ શૌચાલય, સ્વચ્છ પાણી, સ્વચ્છ કેટરિંગ યુનિટ/પેન્ટ્રી કાર, શ્રમદાન અને પત્રકારો સાથે વાર્તાલાપ જેવા વિવિધ અભિયાનો હાથ ધરવામાં આવ્યા હતા.

આ દરમિયાન સાફ-સફાઈ ના મશીનો, ટૂલ્સ અને પ્લાન્ટ, સફાઈ કર્મચારીઓના સલામતી સાધનોની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવામાં આવી હતી. ગટરની સાફ-સફાઈ કરવામાં આવી હતી.પેસેન્જરોને “સિંગલ યુઝ પ્લાસ્ટિક” નો ઉપયોગ ઘટાડવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા.સોલર પાવરથી ચાલતા સાધનો અને બોટલ ક્રશર મશીનની ઉપયોગિતા તપાસવામાં આવી હતી.

સ્ટેશન પર લાગેલા ઈલેક્ટ્રિકલ સાધનો (પંખા, ટ્યુબ લાઇટ, એસી, સાઈનેજ બોર્ડ વગેરે) ની સ્વચ્છતા સુનિશ્ચિત કરવામાં આવી હતી. ટ્રેનોની અંદર શૌચાલય અને રેકની સ્થિતિ તપાસવામાં આવી હતી. સ્ટેશન યાર્ડની સફાઇ કરાવવામાં આવી . ટ્રેક પર પડેલો કચરો દૂર કરીને ટ્રેકની સફાઈ કરવામાં આવી હતી. મચ્છરોને ભગાડવા માટે દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. કોલોનીઓ, હોસ્પિટલો વગેરેને વૃક્ષારોપણ, વૃક્ષોની કાપણી વગેરે દ્વારા સૌંદર્યમય કરવામાં આવેલ.

સ્વચ્છ પર્યાવરણ જાળવી રાખવા માટે રેલવે કોલોનીઓના કર્મચારીઓને સ્વચ્છતા જાળવવા પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. વોટર ફિલ્ટર પ્લાન્ટ્સ, પાણી વિતરણના સ્ત્રોતો, પીવાના પાણીના નળ, વોટર વેન્ડિંગ મશીનો, સ્ટેશનોના વોટર કૂલર, ઓફિસો,રેલવે કોલોનીઓ, હોસ્પિટલો,

હેલ્થ યુનિટોઅને શાળાઓમાં પાણીની ટાંકીઓમાં પાણીની ઉપલબ્ધતા સહિત તમામ પ્રકારના જળ પ્રતિષ્ઠાપનમાં સ્વચ્છતા.સઘન ચકાસણી કરવામાં આવી હતી.સ્વચ્છતા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નિયમિત રીતે સાફ-સફાઈ રાખતા કારખાના, લોકો શેડ, કોચિંગ અને ટ્રેડ ડેપો, રેલવે કોલોની અને ઓફિસ બિલ્ડિંગની ડિવિઝનલ રેલવે મેનેજર દ્વારા પ્રશંસા કરવામાં આવી હતી.

સિનિયર ડિવિઝનલ એનવાયરમેન્ટ અને હાઉસકીપિંગ મેનેજર, શ્રી ફેડરિક પેરિયત એ માહિતી આપતાં જણાવ્યું કે આ “સ્વચ્છતા પખવાડા” દરમિયાન રેલવે સ્ટેશન/વર્કશોપ/ડેપો/શેડ/રેલેવે ઈન્સ્ટિટ્યૂટ સહિત વિવિધ જગ્યાઓ લગભગ 15 લાખ ચોરસ મીટર ક્ષેત્રફળ, 40 હજાર મીટર રનીંગ ડ્રેનેજોની ગહન સફાઈ કરવામાં આવી.

198 જુદા જુદા સ્થળો પર એન્ટી લારવા સ્પ્રે કરવામાં આવેલ.37 મોટા સ્ટેશનો અને કોલોનીઓમાં ફ્યુમિગેશન કરવામાં આવેલ..આ દરમિયાન, ખાસ ડ્રાઇવ હાથ ધરીને 102 લોકો પાસેથી રુ.17500/- નો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ દરમિયાન, વિવિધ એનજીઓ અને કોલેજના સ્વયંસેવકોએ ભાગ લીધો, લગભગ 200 અધિકારીઓ સહિત 14 હજારથી વધુ કર્મચારીઓ અને અન્ય લોકોએ ભાગ લીધો હતો.

10 હજારથી વધુ વૃક્ષારોપણ કરવામાં આવેલ. આ દરમિયાન 2.6 ટન કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. 100 થી વધુ રેલવે કોલોનીઓ અને વર્કશોપમાં પ્લાસ્ટિકના વેસ્ટ માટે અલગ ડસ્ટબિન લગાવવામાં આવ્યા હતા. લગભગ 14 કિલોમીટરના રેલવે ટ્રેકને ક્લિન કરવામાં આવ્યો હતો. 18 થી વધુ સ્ટેશનો પર સિગ્નેચર કેમ્પેઈન ચલાવવામાં આવેલ. 100 થી વધુ ડીઆરએમ ઓફિસ સહિત વિવિધ ઓફિસોમાં સફાઈ કરવામાં આવેલ અને 200 થી વધુ ઇકો ફ્રેન્ડલી પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.