Western Times News

Gujarati News

નર્મદામાં રામાયણની જેમ મહાકાય તરતો પથ્થર આવ્યો

અમદાવાદ, કળિયુગમાં પણ ચમત્કાર થાય છે. આજે પણ ધર્મ અને આસ્થા કાયમ છે. રામાયણમાં લંકા સુધી પહોંચવા માટે ભગવાન રામે તરતા પથ્થરોનો સહારો લીધો હતો. આજે પણ એ વાત ઈતિહાસમાં અમર છે. ત્યારે ગુજરાતની જીવાદોરી નર્મદામાં ચમત્કાર થયો છે.

નર્મદા નદીમાં તરતો પથ્થર મળી આવ્યો છે. સાડા ચાર કિલો જેટલા વજનનો તરતો પથ્થર નદીમાં દેખાતા લોકોમાં કુતૂહલ સર્જાયુ હતું. લોકોએ આ વાતને ચમત્કાર ગણી છે. લોકોમાં વાયુવેગે આ ચમત્કારની વાત ફેલાઈ ગઈ છે.

કરજણ તાલુકાનું દેરોલી ગામ નર્મદા નદીના કાંઠે આવેલુ છે. જેમાં ગામના ત્રણ લોકો નદીમાં બુધવારે માછીમારી કરવા ગયા હતા. તેઓને નદીમાં એક વજનદાર વસ્તુ તરતી દેખાઈ હતી. તેમણે ધ્યાનથી જાેયુ તો તે પથ્થર હતો. લગભગ સાડા ચાર કિલોના વજનનો આ પથ્થર હતો. આ જાેઈને ત્રણેય માછીમારો આશ્ચર્ય પામ્યા હતા, કે આટલો વજનદાર પથ્થર આખરે કેવી રીતે નદીની સપાટી પર તરી રહ્યો છે.

તેણે આ વસ્તુ ચકાસી જાેવા તેને નદીમાં ડૂબાડવાનો પ્રયાસ કર્યો, પણ પથ્થર ડૂબ્યો નહિ. ભગવાનમાં શ્રદ્ધા ધરાવતા માછીમારો આ પથ્થરને ગામમાં લઈ આવ્યા હતા. તરતા પથ્થરની વાત અને ચમત્કારની વાત લોકોમાં પ્રસરી ગઈ હતી.

જેથી મોટી સંખ્યામાં તેને જાેવા માટે લોકો દેરોલી ગામમાં ઉમટી પડ્યા હતા. લોકોએ રામાયણમાં આ કિસ્સો વાંચ્યો હતો, જેને પોતાની નજરે જાેયો હતો. આખરે આ પથ્થરને નર્મદા માતાજીના મંદિરમાં મૂકવામાં આવ્યો છે. હાલ મોટી સંખ્યામં શ્રદ્ધાળુઓ પથ્થરને જાેવા મંદિર આવી રહ્યાં છે. આ પથ્થરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેથી લોકો તેને નર્મદા મૈયાનો ચમત્કાર કહી રહ્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.