Western Times News

Gujarati News

યુગાન્ડાનું પ્રતિનિધિમંડળે GCCI ખાતે વેપાર અને રોકાણ વધારવા ચર્ચા કરી

યુગાન્ડાનું પ્રતિનિધિમંડળ 29 મી સપ્ટેમ્બરની સાંજે 4:00વાગે H.E રાજદૂત એમ.આર. કેઝાલા મોહમ્મદ, માન. શ્રીમતી ટીપેરુ નુસુરા ઓમર – સાંસદ, માન. શ્રી લુફાફા નેલ્સન – સાંસદ અને 15 થી વધુ બિઝનેસ લોકોએ GCCI અને SVUP સાથે એક ઉત્તમ ઇન્ટરેક્ટિવ મીટિંગ કરી અને પરસ્પર લાભ માટે વેપાર અને રોકાણ કેવી રીતે વધારી શકાય તેની ચર્ચા કરી.

શ્રી સમીર શેઠે પ્રતિનિધિમંડળનું સ્વાગત કર્યું અને કોરોનાનો સૌથી ખરાબ સમયગાળો હવે સમાપ્ત થઈ રહ્યો છે તથા અમે તમામ ક્ષેત્રોમાં સુધારાની આશા રાખીએ છીએ. તેમ જણાવ્યું, તેમણે સરકારની સક્રિય નીતિ માટે યુગાન્ડાને પણ એક પ્રગતિશીલ પોલિસી અંતર્ગત દેશ તરીકે બિરદાવ્યો છે.

આવી ક્રિયા-પ્રતિક્રિયા સાથે સંભવિતતા ઘણી વધારે છે, અમને ખાતરી છે કે, વ્યવસાયમાં વધારો થશે. તેમણે પ્રતિનિધિમંડળને ખાતરી આપી કે GCCI યુગાન્ડાના વેપારી સમુદાયને તમામ રીતે મદદ કરશે.

H.E. રાજદૂત શ્રી કેઝાલા મોહમ્મદે આમંત્રિત કરવા બદલ GCCI નો આભાર માન્યો અને કહ્યું કે તેઓ ગુજરાત રાજ્યને ઔદ્યોગિક વિકાસ માટે રોલ મોડેલ તરીકે જોઈ રહ્યા છે, કારણ કે તેમની પાસે ગુજરાતની જેમ MSME પણ છે.

તેમણે યુગાન્ડામાં ખાસ કરીને મોટરસાઇકલ, ફાર્મા, જંતુનાશકો, કાગળ, કૃષિ પેદાશો માટેની મશીનરી, રસાયણો, રબરના ટાયર, વસ્ત્રો વગેરેમાં શું જરૂરી છે તેની જાણકારી આપી હતી તથા તેઓ ભારતને તેમની કોફી વેચવા આતુર છે.

પૂ. શ્રીમતી ટીપેરુ નુસુરા ઓમર – સાંસદે આ બેઠક ગોઠવવા માટે GCCI અને SVUP નો આભાર માન્યો. તેણીએ વ્યાપારી લોકોને આવવા અને યુગાન્ડામાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું કારણ કે તે કેન્દ્રમાં સ્થિત છે અને સમગ્ર પૂર્વ અને મધ્ય આફ્રિકાથી ઉચ્ચ વ્યાપારિક સંભાવના આપી શકે છે.

યુગાન્ડામાં હોસ્પિટલો અને ડાયગ્નોસ્ટિક કેન્દ્રો માટે મોટો અવકાશ છે. તથા જેઓ તેમના દેશના વ્યવસાયમાં મૂલ્ય ઉમેરી શકે છે તેમને ખાસ આવકાર્યા છે.

3 સ્થાનિક કંપનીઓ 3AGlobal Engineering Pvt Ltd ના શ્રી A. H. Malik, Ashinita Enterprise LLP ના Ms. Ashini Shah અને K.J. International ના Mr. Jagannath Miskinએ તેમની કંપનીઓ અને ઉત્પાદનો રજૂ કર્યા.

કોમર્શિયલ એટેચીએ સ્થાનિક કંપનીઓને તમામ મદદ આપવા તૈયારી બતાવી છે. શ્રીમતિ વર્ષા અધિકારીએ GCCI અને ગુજરાત રાજ્યની પ્રવૃત્તિઓ અને તાકાતનો પરિચય આપ્યો. તેણીએ યુગાન્ડાના પ્રતિનિધિઓને આભાર માન્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.