Western Times News

Gujarati News

રાજકોટમાંથી ધાડ પાડવા નીકળેલી સુરેન્દ્રનગરની લુટારૂ ટોળકી ઝડપાઈ

રાજકોટ, શહેરના સોની બજાર વિસ્તારમાં થયેલી ચોરી સંદર્ભે રાજકોટ ક્રાઈમબ્રાંચના સ્ટાફ દ્વારા તપાસ કરવામાં આવી રહી હતી

અને ક્રાઈમબ્રાંચના પોસઈ પી.એમ. ધાખડા તથા સ્ટાફ સુરેન્દ્રનગર ખાતે તપાસમાં હતા. દરમિયાન સુરેન્દ્રનગરમાં સત્યમ પાર્કમાં રહેતો વિપુલ ઉર્ફે લાલો સોની નામનો શખસ તેના અલગ-અલગ ગામમાં રહેતા સાગરીતો સાથે મળી ધાડ-લુંટ કરવા માટેથી રાજકોટમાં પહોંચ્યો હોવાની બાતમી મળી હતી.

રાજકોટ ક્રાઈમબ્રાંચ તથા સુરેન્દ્રનગર પોલીસ મથકનો સ્ટાફ પોપટપરા વિસ્તારમાં પહોંચ્યા હતા. દરમિયાન ક્રાઈમબ્રાંચના પીઆઈ વી.કે.ગઢવી તથા સુરેન્દ્રનગર એ.ડીવી. પોલીસ મથકના પીઆઈ વી.વી. ત્રિવેદી તથા સ્ટાફે સુરેન્દ્રનગરના વિપુલ ઉર્ફે લાલો ભૂપેન્દ્ર ફીચડીયા,

વઢવાણના વેળાવદર ગામના અજીતસિંહ હેમુ સોલંકી, જૂનાગઢમાં સીંધી સોસાયટી- સંજયનગરમાં રહેતા વિદ્યાર્થી રાજ મુળુ મોરી, લાલપુરના પડાણા ગામે રહેતા અને મુળ મેંદરડા સાત વડલા ગામના સાગરદાન મુળુ બાટી, વડિયાના ચારણીયા પાદરમાં રહેતા અભીષેક ઈશ્વરદાન સુરુ,

બગસરાના ઘંટીયાણા ગામના રજનીક બાલુ કાનાણી અને વેળાવદર વાવ પાસે રહેતા હરેશ કરશન હડીયલને ઝડપી લીધા હતખ્‌ પોલીસે લુંટારુ ટોળકી પાસેથી એક એરગન, ચાર છરી, છ મોબાઈલ, ત્રણ થેલા, રૂ.૧૧૪૩૦ની રોકડ સહિત રૂ.૪૧૮૯૦ની મત્તા કબજે કરી વધુ તપાસ હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.