Western Times News

Gujarati News

નેત્રંગના તલાટીઓએ માસ સીએલ મુકી તાલુકા પંચાયત કચેરી ખાતે બેનરો સાથે દેખાવ કર્યો

તાલુકાના ૭૮ ગામની આમ જનતા ની મહેસુલ વિભાગને લગતી તમામ કામગીરી બંધ થતા હેરાન પરેશાન

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ગુજરાત રાજ્ય તલાટી મહામંડળ થકી સરકાર સામે મુકેલ વિવિધ પડતર માંગણીઓ નો ઉકેલ નહિ આવતા શરૂ થયેલ આંદોલન ના ભાગરૂપે તા.૧ લી ઓકટોબરના રોજ નેત્રંગ તાલુકા ના તમામ તલાટીઓ માસ સીએલ મુકી રજા પર ઉતરી જઈને તાલુકા પંચાયત કચેરી ખાતે બેનરો સાથે દેખાવો યોજાયો હતો અને તમામ પ્રકારની ઓનલાઈન તેમજ મહેસુલી કામગીરીનો બહિષ્કાર કરેલ છે.

તો બીજી તરફ તાલુકા ની તમામ ગ્રામપંચાયત મો આજ થી મહેસુલી કામગીરી બંધ થતા પ્રજાના અનેક પ્રકાર ના કામો અટવાતા પ્રજાને હેરાન પરેશાન ભોગવી પડી રહી છે.રાજય તલાટી મહામંડળે તેમની જુની ૧૧ જેટલી માંગણીઓ નહિ સંતોષાતા આદોલનના શ્રીગણેશ કરી ને સરકાર સામે લડત આપવા કાર્યક્રમો જાહેર કરાયા છે.

જેના ભાગરૂપે રાજય તલાટી મહામંડળ ના આદેશ ને લઈને નેત્રંગ તાલુકા તલાટી મંડળ થકી ૧ લી ઓકટોબરના રોજ નેત્રંગ તાલુકાના તમામ તલાટીઓ રાજય તલાટી મંડળના આદેશને લઈને સામુહિક માસ સીએલ મુકીને નેત્રંગ તાલુકા પંચાયત કચેરી ખાતે હાજર રહીને બેનરો સાથે દેખાવો યોજીને

તમામ પ્રકારની ઓનલાઈન કામગીરી તેમજ મહેસુલી કામગીરીનો બહિષ્કાર ચાલુ કરી દીધો છે. જેને લઈને ૭૮ ગ્રામની આમ જનતા ના મહેસુલ વિભાગને લગતી તમામ કામગીરી બંધ થતા પ્રજા હેરાન પરેશાન થઈ રહી છે.

૭ મી ઓકટોબર ના રોજ ભરૂચ જીલ્લા પંચાયત ખાતે જીલ્લાના તમામ તલાટીઓ એક દિવસના ધરણા કરશે અને તેમ છતા પ્રશ્રોનો નો નિકાલ નહિ થાય તો અચોક્કસ મુદ્દત હડતાળ પર ઉતરશે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.