Western Times News

Gujarati News

સેવાલીયા ખાતે તલાટી કમ મંત્રીઓ પડતર માંગણીઓને લઈને ધરણાં પર બેઠા

મહેસૂલી કામગીરીનો બહિષ્કાર કરવામાં આવ્યો

(પ્રતિનિધિ) સેવાલીયા, ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકા તલાટી મંડળ દ્વારા અગાઉ આવેદનપત્ર આપી જણાવ્યા પ્રમાણે આજ રોજ તેઓ મામલતદાર કચેરી ખાતે પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે ગાંધી ચિધ્યા માર્ગે ધરણાં ઉપર બેસી વિરોધ નોંધાવ્યો હતો.

ગુજરાત રાજ્યના તલાટી ક્રમ મંત્રી મંડળ દ્વારા પોતાની વિવિધ ૧૧ પડતર માંગને લઈને છેલ્લા પંદર દિવસથી વિવિધ પ્રદર્શન દ્વારા સરકારને અવાજ પહોંચાડવા ગ્રામ્ય અને તાલુકા કક્ષાએ યોજી રહ્યા છે અને અગાઉ પણ તાલુકા ગ્રામ્ય અને જિલ્લા કક્ષાએ આવેદનપત્ર અને પેનડાઉન જેવા અનેક કાર્યક્રમ યોજવામાં આવ્યા.

પરંતુ તલાટી ક્રમ મંત્રી મંડળના પડતર પ્રશ્નો બાબતે સરકાર દ્વારા યોગ્ય ર્નિણય લેવામાં નહી આવતા આજરોજ ગળતેશ્વર તાલુકાના વડુમથક સેવાલિયામાં આવેલ તાલુકાપંચાયત કચેરીના પ્રાંગણ માં તલાટી ક્રમ મંત્રી મંડળ દ્વારા માસ.સી.એલ. પર ઉતરી તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

તલાટી ક્રમ મંત્રી મંડળ ની વિવિધ પડતર માંગણીને લઇને તાલુકાના તલાટીઓ દ્વારા તમામ પ્રકારની ઓનલાઇન તથા મહેસૂલી કામગીરીનો આજથી બહિષ્કાર કરવામાં આવ્યો હતો. પોતાના પડતર પ્રશ્નોનું નિરાકરણ સરકાર દ્વારા કરવામાં નહી આવે તો આગામી સમયમાં રાજ્ય તલાટી મંડળના આદેશ અનુસાર કાર્યક્રમ આપવામાં આવશે તેવું પ્રદર્શનકારી તલાટી દ્વારા જણાવવામાં આવ્યું હતું.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.