Western Times News

Gujarati News

Facebook Crash: ઝુકરબર્ગની સંપતિમાં 6 કલાકમાં રૂા. 50 હજાર કરોડનો ઘટાડો

બાદમાં ઝુકરબર્ગ ખુદે પ્લેટફોર્મ પર રુબરુ મળીને યુઝર્સની માફી માંગી લીધી હતી.

કેલિફોર્નિયા: દુનિયાભરમાં સૌથી વધુ યુઝર્સ ધરાવતા સોશ્યલ મીડીયા અને મેસેજીંગ પ્લેટફોર્મ વોટસએપ, ફેસબુક તથા ઈન્સ્ટાગ્રામ ગઈકાલે રાત્રીના લગભગ 6 કલાક બંધ રહેતા જબરી અફડાતફડી મચી ગઈ હતી અને કરોડો યુઝર્સ પરેશાન થઈ ગયા હતા.

ફેસબુકના શેરમાં આ સૌથી મોટો ઘટાડો છે. હાલમાં જ તેના યુઝર્સ ઘટી રહ્યા છે તે નિશ્ચિત થતા કંપનીના શેર સપ્ટેમ્બર માસમાં કુલ 15% ઘટયા છે. બ્લુમબર્ગના જણાવ્યા મુજબ તેની નેટવર્થ હવે 122 અબજ ડોલર રહી ગઈ છે. ફેસબુક-વોટસએપ તથા ઈન્સ્ટાગ્રામમાં ગઈકાલે રાત્રીના 9.15 પછી ખરાબી આવી હતી અને તે વિશ્વભરમાં હજુ તેની ટવીટર પર આ પ્લેટફોર્મ ચાલતા નહી હોવાનો લાખો ટવીટ થયા હતા અને મંગળવાર આજે સવારે 4 વાગ્યાથી ફરી સેવા શરુ થઈ હતી. ફેસબુકે બાદમાં ટવીટર પર જઈને દિલગીરી વ્યક્ત કરી હતી.

તો બીજી તરફ આ ત્રણેય પ્લેટફોર્મની માલીકી ધરાવતી કંપની ફેસબુકના શેર્સમાં પણ જબરા ગાબડા પડયા હતા અને કંપનીના સીઈઓ માર્ક ઝુકરબર્ગની સંપતિ કલાકોમાં જ 6.11 અબજ ડોલર ઘટી ગઈ હતી.

બાદમાં ઝુકરબર્ગ ખુદે પ્લેટફોર્મ પર રુબરુ મળીને યુઝર્સની માફી માંગી લીધી હતી. ઝુકરબર્ગની રૂા. 50000 કરોડની ઘટી હતી અને માર્ક ઝુકરબર્ગ વિશ્વના ધનપતિઓની યાદીમાં એક સ્થાન નીચે આવીને પાંચમા નંબરે આવી ગયા હતા.

ઝુકરબર્ગ એક ફેસબુક પોસ્ટમાં આ સેવાની ક્ષતિ બદલ માફી માંગી હતી. ટવીટર પર ફેસબુક-ઈન્સ્ટાગ્રામ, વોટસએપ, હેશટેગ સાથે લાખો ટવીટ થયા હતા. ફેસબુકનું આ સૌથી મોટું ક્રેશ રહ્યું છે અને તેના કારણે વિશ્વના લાઈવ પ્રોગ્રામને પણ અસર થઈ હતી તથા છ માસ પુર્વે પણ આ સેવા 42 મીનીટ ઠપ્પ રહી હતી. વિશ્વમાં 5 અબજ લોકો વોટસએપનો ઉપયોગ કરે છે તેથી તે ક્રેશ થાય તો કેવી સમસ્યા ઉભી થાય તે આજે જોવા મળ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.