Western Times News

Gujarati News

ગાંધીનગરમાં 44 બેઠકોમાંથી 35 પર ભાજપ અને 2 પર કોંગ્રેસ આગળ, આપ સાફ

ગાંધીનગરમાં આમ આદમી પાર્ટીને હજુ સુધી એકપણ વોર્ડમાં ખાતું ખુલ્યું નથી. 

સ્પષ્ટ બહુમતી સાથે ભાજપ સતા પર આવશે જયારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બન્નેને મોટો ફટકો

ગાંધીનગર,  ગુજરાતમાં નવા નેતૃત્વ સાથેની ભાજપની સરકારના પ્રતિષ્ઠાના પ્રથમ જંગમાં ગાંધીનગર મહાપાલિકાની યોજાયેલી ચૂંટણીમાં ભાજપ પ્રચંડ બહુમતી સાથે સતા મેળવે તેવા સંકેત છે. રાજયોની આ સૌથી નાની મહાપાલિકાની 44 બેઠકો પર યોજાયેલી ચૂંટણીમાં હાલના મળતા સંકેતો મુજબ 34 બેઠકો પર ભાજપ આગળ છે.

ગંધીનગરમાં વોર્ડ નં. 3માં અંકિત બારોટ જીત્યા , ઉર્મિલાબેન મહેતા હાર્યા હતા. જ્યારે વોર્ડ નં. 5 માં કિંજલકુમાર પટેલ, કૈલાશ સુતરીયા, પદમસિંહ ચૌહાણ અને હેમાબેન ભટ્ટ જીત્યા છે. ગાંધીનગરના 1, 7, 8, 9, 10 માં નંબરના વોર્ડમાં ભાજપના ચારેય ઉમેદવારો આગળ છે. જ્યારે 1 નંબરના વોર્ડમાં કોંગ્રેસના એક આગળ ચાલી રહ્યા છે.

અને વિપક્ષ કોંગ્રેસ બે બેઠકો પર સરસાઈ ધરાવે છે પણ ગુજરાતમાં ત્રીજા વિકલ્પ તરીકે પોતાને સ્થાપવા માટે મથી રહેલા અને પ્રચારનું વાવાઝોડુ સર્જવાનો દાવો કરનાર આમ આદમી પાર્ટીને હજુ સુધી એકપણ વોર્ડમાં એક પણ બેઠક પર સરસાઈ મળી નથી.

કોંગ્રેસને ત્રણ બેઠકો પર સરસાઈ છે. છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસને બહુમતી મળી હતી પરંતુ પક્ષાંતરથી ભાજપે સતા કબ્જે કરી હતી પણ આ ચુંટણીમાં તે સ્પષ્ટ બહુમતી સાથે અને સંભવત 2/3 બહુમતી સાથે સતા પર આવશે જયારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બન્નેને મોટો ફટકો પડશે.

દિલ્હીમાંથી અરવિંદ કેજરીવાલ સરકારના સારા કામોને આગળ ધરીને આમ આદમી પાર્ટીએ ગાંધીનગરમાં ચુંટણી જીતવાનો લક્ષ્ય રાખ્યુ હતું પરંતુ તેને ગાંધીનગરની જનતાએ સ્વીકાર્યો નથી.

આમ આપને આ ચૂંટણી એ સૌથી મોટો આંચકો આપ્યો છે. વોર્ડ નં.5માં ભાજપે ચારેય બેઠક જીતી લઈને ખાતુ ખોલાવી લીધુ છે. રાજયમાં નવા સીમાંકન સાથેની અને ગ્રામીણ વિસ્તારોને આવરી લેતા ગાંધીનગર મહાપાલિકાની 44 બેઠકો પર રવિવારે 56 ટકા જેટલું મતદાન થયું હતું અને આજે સવારે મતગણતરી ચાલુ થતા જ કેસરીયુ વાવાઝોડુ ફરી વળ્યુ હોય તેવા સંકેતો મળી રહ્યા છે. મોટાભાગના વોર્ડમાં ભાજપની પેનલ આગળ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.