Western Times News

Gujarati News

આ સોસાયટીમાં નવ દિવસ જોવા મળશે અલગ અલગ થીમ સાથેના ગરબા

આ વર્ષે યોજાનાર  શેરી ગરબાને લઈને  લોકોમાં અનેરો ઉત્સાહ –ગાલા ગ્લોરીના ખેલૈયાઓ નવલી નવરાત્રીની અનોખી રીતે ઉજવણી કરવા માટે સજ્જ

બાળકોને વિવિધ પર્ફોર્મસ સાથે પણ તૈયાર કર્યા છે જ્યાં તેઓ તેમની પ્રતિભા બતાવી શકે.

અમદાવાદ, નવરાત્રિ નજીક છે અને ગુજરાત સરકારે આઠ શહેરોમાં રાત્રિ કર્ફ્યુમાં એક કલાક રાહત આપી છે અને નવ દિવસના તહેવાર દરમિયાન હાઉસિંગ સોસાયટીઓમાં અને શેરીઓમાં નવરાત્રિમાં ‘ગરબા’ કાર્યક્રમોની મંજૂરી આપી છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં સતત ઘટાડો થતો હોવાથી કેટલાક ધોરણો સરકારે આ મંજૂરી આપી છે.

સરકારી માર્ગદર્શિકા સાથે  ગાલા ગ્લોરી કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, દક્ષિણ બોપલ દ્વારા  9 દિવસના ગરબા ઇવેન્ટનું આયોજન કર્યું છે.બાળકો થી માંડીને વૃદ્ધો માટે સમાજ માટે અલગ થીમ સાથે આયોજિત આ 9 દિવસનો ગરબા કાર્યક્રમમાં ની માહિતી આપવા માટે શ્રી આશિષ ગંભીર (ચેરમેન),

શ્રી .દિવાકર પંડ્યા (સેક્રેટરી), શ્રી. શિવરાજ વાલા (કમિટી મેમ્બર), શ્રી.હિતેશ ગોહિલ (કલ્ચરલ ટીમ મેમ્બર), સુશ્રી.નેનશી (કલ્ચરલ ટીમ કોઓર્ડિનેટર – ગર્લ્સ) , સુશ્રી પ્રભા (કલ્ચરલ ટીમ કોઓર્ડિનેટર – બોય્ઝ), ડો.ધ્રુવ ગોહિલ (કલ્ચરલ ટીમ કોઓર્ડિનેટર – લેડીઝ), શ્રીમતી સ્નેહા પંડ્યા (કલ્ચરલ ટીમ કોઓર્ડિનેટર – લેડીઝ) ઉપસ્થિત રહ્યા હતા

શ્રી આશિષ ગંભીરે (ચેરમેન) ઉમેર્યું કે, છેલ્લા 4 વર્ષથી અમે ગરબા ઇવેન્ટનું આયોજન કરીએ છીએ. ગયા વર્ષે રોગચાળાને કારણે આપણે તે કરી શક્યા ન હતા .પરંતુ  આ વર્ષે હમે  અલગ અને અનોખા ગરબા કરી રહ્યા છીએ જ્યાં હમારી સોસાયટીમાં સામીલ દરેક ક્લચર ભાગ લઈ રહ્યું છે.

તમામ કોવિડ પ્રોટોકોલને અનુસરીને અને અમે ગરબા રમવા માટે અલગ અલગ કેટેગરીનું આયોજન કર્યું છે.કેટેગરીમાં અમે બાળકોને વડીલોમાં સમાવવાનો પ્રયાસ કર્યો છે. આ સાથે તેઓએ આ વખતે સરકાર દ્વારા મળેલ માત્ર શેરી ગરબા વિશેની વાત કરતા ઉમેરી હતું કે, આ  વર્ષે જ્યારે અમારા બાળકો પણ હમારી સાથે ગરબા ગસૅ અને પાર્ટી પ્લોટમાં નહિ જાય જેથી તેની ચિંતા ઘણી હળવી  થઈ ગઈ છે.

શ્રી દિવાકર પંડ્યા (સેક્રેટરી) દ્વારા જણાવામાં આવ્યું હતું કે,  ગરબા ગુજરાતનું એક લોકપ્રિય લોકનૃત્ય છે અને નવરાત્રિ નો તહેવાર ગુજરાતમાં ખુબજ ઉત્સાહપૂર્વક માનવામાં આવતો હોય છે અને ખેલઈયાઓ ખુબજ સજ્જ તૅયારીઓ સાથે આ તહેવાર મનાવે છે , જે આ વર્ષે 7 ઓક્ટોબરથી શરૂ થશે.

રોગચાળાના સમયમાં ભારે મુશ્કેલીનો સામનો કર્યા બાદ જનતા ધીરે ધીરે તેમના નિયમિત જીવનની શરૂઆત કરી છે. દૃશ્ય અને તહેવારના સમયને જોતા અમે અમારી ગાલા ગ્લોરી સોસાયટીમાં 9 દિવસના ગરબા ઇવેન્ટનું આયોજન કર્યું છે જ્યાં અમને તમામ સહભાગીઓને પહેલા રસી લેવા અને કોવિડ -19 ના તમામ નિયમોનું પાલન કરવા માટે કડક રીતે કહેવામાં આવે છે.

સંસ્કૃતિની દ્રષ્ટિએ અમે તમામ સંસ્કૃતિને એક છત નીચે પ્રસ્તુત કરી રહ્યા છીએ જ્યાં દરેક વ્યક્તિ સમાન આનંદ માણી શકે. આપણા સમાજની મહિલાઓ પણ એક મહિનાથી ગરબા પ્રેક્ટિસ કરે છે અને નાના બાળકોને પણ પર્ફોર્મસ માટે ગરબા શીખવી રહી છે.

કેટેગરીમાં અમે બાળકોના ગરબા પર્ફોર્મન્સ, બોય એન્ડ ગર્લ્સ ગરબા પર્ફોર્મન્સ, ટ્રેડિશનલ લેડીઝ ગરબા ડાન્સ, ફેમિલી ગરબા ફેન્સ, બેસ્ટ કિડ ડાન્સર, બેસ્ટ ગર્લ ડાન્સર, બેસ્ટ ફિમેલ ડાન્સર, બેસ્ટ મેલ ડાન્સર, બેસ્ટ કપલ ડાન્સર, બેસ્ટ ટ્રેડિશનલ ડ્રેસ- બાળકો, શ્રેષ્ઠ પરંપરાગત ડ્રેસ – સ્ત્રી, શ્રેષ્ઠ પરંપરાગત ડ્રેસ – પુરુષ રાખેલ છે.

વધુમાં જણાવતા શ્રીમતી નેંશી – સાંસ્કૃતિક ટીમના સંયોજકે જણાવ્યું હતું કે, ગરબા માટે અમે અમારા બાળકોને વિવિધ પર્ફોર્મસ સાથે પણ તૈયાર કર્યા છે જ્યાં તેઓ તેમની પ્રતિભા બતાવી શકે. અમે તેમને એક મહિનાથી તાલીમ આપી રહ્યા છીએ. અને બધા બાળકો ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાઈ ગયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.