Western Times News

Gujarati News

લૂંટની બે ઘટના બાદ બોપલ પોલીસ સ્ટેશનના સ્ટાફમાં વધારો, રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવાયું

પ્રતિકાત્મક

જુલાઈ માસમાં બોપલ અને શેલામાં મધરાત્રે લુંટારાઓએ રહીશોને બંધક બનાવી લૂંટ કરી હતી

અમદાવાદ, ગત બે માસ દરમ્યાન બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી લુંટની બે ઘટના બાદ અમદાવાદ જીલ્લા પોલીસે બોપલ પોલીસ સ્ટેશનની મહેકમમાં વધારો કર્યો છે.

વરીષ્ઠ પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ જીલ્લાના અન્ય પોલીસ સ્ટેશનમાંથી કેટલાક પોલીસ કર્મચારીઓને બોપલ સ્ટેશનની મહેકમ લગભગ ૪૦થી વધારીને હવે ૭૦ કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં પ૦૦થી વધુ રહેણાંક સોસાયટીઓ અને કોમર્શીયલ કોમ્પલેક્ષ આવેલા છે.
જુલાઈ ૩૦ એન ૩૧ ની મધ્યરાત્રીએ ચાર ઘરફોડ ચોરો ધુમા ખાતે આવેલા ઈસ્કોન ગ્રીન બંગ્લોઝમાં આવેલા કીંજલ વેકરીયાના ઘરમાં ઘુસી ગયા હતાં અને તેમને બંધક બનાવી રૂા.૧૯ લાખની મતા ચોરીને પલાયન થઈ ગયા હતા. ચારમાંથી ત્રણ શખ્સોને બાદમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડયા હતા.

આ ઘટનાના લગભગ એક મહિના બાદ શેલાની સ્કાય સીટી ટાઉનશીપમાં ઘરફોડ ફરી ત્રાટકયા હતા અને મનોજ અગ્રવાલ નામના શખ્સને બંધક બનાવી રૂા.૪ લાખથી વધુ મતા ચોરી ભાગી ગયા હતા. અમદાવાદ ગ્રામ્ય પોલીસના એક વરીષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે આ બંને ઘટનાઓને તેમણે ગંભીરતાથી લીધી હતી

અને ભવીષ્યમાં આવી ઘટના ન બને તે માટે બોપલ પોલીસ સ્ટેશનની મહેકમ વધારવાની કવાયત હાથ ધરી હતી કે જેથી કરીને બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બોપલ શેલા, સાઉથ બોપલ જેવા વિસ્તારમાં નાઈટ પેટ્રોલીગ વધારી શકાય.

દાહોદ-ગોધરાની ગેગની ઓળખ કરવામાં આવી

અમદાવાદ ગ્રામ્ય પોલીસ દ્વારા દાહોદ અને ગોધરાની ૧પ જેટલી ગેગની ઓળખ કરવામાં આવી છે. આ તમામ ગેગના સાગરીતોને ટેકનીકલ સર્વેલન્સ હેઠળ મુકી તેમના વોચ રાખવામાં આવી હતી.

આવી જ એક કવાયતમાં જાણવા મળ્યું હતું કે એક ગેગના સાગરીતો દાહોદથી અમદાવાદ તરફ આવી રહયા છે. આ ગેગના સાગરીતોને આંતરીને પકડી લેવામાં આવ્યા હતા.

અમદાવાદ ગ્રામ્ય પોલીસના સુત્રોએ કહયું હતું કે તેમને જાણવા મળ્યું હતું કે ખાનગી સીકયોરીટી કંપનીના કેટલાક માણસે રાત્રી દરમ્યાન સુઈ જતા હોય છે.

જેથી પોલીસે બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કામ કરતી ખાનગી સીકયોરીટી કંપનીઓનું ઓડીટ કરવામાં આવ્યું હતું. તેમને રાત્રે દરમ્યાન સજાગ રહેવા સુચના અપાઈ હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.