Western Times News

Gujarati News

બારાબંકીમાં ટ્રક અને બસની ટક્કરમાં ૧૧ લોકોના મોત

બારાબંકી, ઉત્તર પ્રદેશના બારાબંકીમાં આજે વહેલી સવારે એક ટ્રક અને મુસાફર બસની ભીષણ ટક્કરમાં ૧૧ જેટલા લોકોએ જીવ ગુમાવ્યા. મળતી માહિતી મુજબ આ ડબલ ડેકર બસ દિલ્હીથી બહરાઈચ જઈ રહી હતી. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માત પર શોક વ્યક્ત કર્યો છે અને દરેક શક્ય મદદનો ભરોસો વ્યક્ત કર્યો છે.

બારાબંકીના એસપીએ ઘટનાની જાણકારી આપતા કહ્યું કે અકસ્માત બારાબંકી જિલ્લાના આઉટર રિંગ રોડ પર બબુરિયા ગામમાં થયો. તેમણે જણાવ્યું કે અકસ્માતમાં અનેક લોકો ઘાયલ થયા છે. જેમને સ્થાનિક હોસ્પિટલોમાં દાખલ કરાયા છે.

હાલ તેઓ સારવાર હેઠળ છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માત પર શોક વ્યક્ત કર્યો અને મૃતકોના પરિવાર પ્રત્યે સાંત્વના વ્યક્ત કરી છે. સીએમ યોગીએ દરેક શક્ય મદદનો ભરોસો વ્યક્ત કર્યો છે.

આ અગાઉ મંગળવારે મોડી રાતે ગોરખપુરથી લુધિયાણા જઈ રહેલી ડબલ ડેકર બસ ઓવરટેક કરવાના ચક્કરમાં અયોધ્યા હાઈવે પાસે પલટી ગઈ હતી. અકસ્માતમાં લગભગ ૧૯ મુસાફરો ઘાયલ થયા હતા. જેમને મામૂલી ઈજા થઈ હતી અને પ્રાથમિક ઉપચાર બાદ ઘરે મોકલી દેવાયા હતા. કહેવાય છે કે બસમાં ઓવર લોડિંગ હતું અને ૫૬ સીટર બસમાં લગભગ ૭૬ મુસાફરો સવાર હતા.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.