Western Times News

Gujarati News

શાહરૂખ-ગૌરી પુત્રની ધરપકડ થઈ ત્યારથી ઊંઘ્યા જ નથી

મુંબઈ, ૩ ઓક્ટોબરે નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (એનસીબી) દ્વારા દીકરા આર્યન ખાનની ધરપકડ કરાયા બાદ શાહરૂખ ખાન અને પત્ની ગૌરી વ્યક્તિગત સંકટમાંથી પસાર થઈ રહ્યા છે. ક્રૂઝ પાર્ટીમાંથી ડ્રગ્સ જપ્ત કરાયા બાદ તપાસ એજન્સીએ તેની અટકાયત કરી હતી, જ્યાં આર્યન ખાન વીવીઆઈપી મહેમાન હતો.

વરિષ્ઠ વકીલ સતિષ માનશિંદે આર્યન ખાનને જામીન અપાવવા માટે કપરી મહેનત કરી રહ્યા છે, પરંતુ જામીન પરની સુનાવણી ૧૩ ઓક્ટોબર સુધી સ્થગિત થઈ છે. કપરા સમયમાં, શાહરૂખ ખાન અને ગૌરી પરેશાન થઈ ગયા છે અને અંદરથી હચમચી ગયા છે.

ઈન્ડિયા ટુડેના રિપોર્ટ્‌સ પ્રમાણે, આર્યન ખાનની ધરપકડ થઈ ત્યારબાદ તરત જ શાહરૂખ ખાને કાયદાકીય સલાહ લીધી હતી, દેશના ઘણા નિષ્ણાતોનો સંપર્ક કર્યા બાદ વકીલ સતિષ માનશિંદેએ ખાતરી આપી હતી કે, તેઓ ખૂબ જલ્દી આર્યન ખાનને બહાર લાવશે.

જાે કે, ૨૩ વર્ષના આર્યન ખાનની જામીન અરજી સુનાવણીને લાયક ન હોવાની કહીને ફગાવી દેવામાં આવી હતી અને આ સમાચારથી પરિવારને આંચકો લાગ્યો હતો.

આગામી જામીન અરજીની અપીલ વરિષ્ઠ વકીલ અમિત દેસાઈ દ્વારા કરવામાં આવી હતી, જેમણે ૨૦૨૦ના કુખ્યાત હિટ એન્ડ રન કેસમાં સલમાન ખાનને નિર્દોષ તરીકે છોડાવ્યો હતો. રિપોર્ટ્‌સ પ્રમામે, શાહરૂખ અને ગૌરી કેસના સતત ફોલો-અપના સાથે ઊંઘ્યા વગર રાતો પસાર કરી રહ્યા છે.

કપલ આર્યનના હેલ્થની અપડેટ માટે દિવસ દરમિયાન અઢળક ફોન કરે છે. શાહરૂખ અને ગૌરીએ આર્યન માટે ઘરે બનેલું ભોજન તેમજ અન્ય જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ મોકલી હતી. જાે કે, તેને અંદર લઈ જવાની મંજૂરી મળી નહોતી. આર્યન ખાનની ધરપકડથી શાહરૂખ ખાનની પ્રોફેશનલ લાઈફ પણ પ્રભાવિત થઈ છે. એક્ટરે તેની અપકમિંગ ફિલ્મ ‘પઠાણ’ના ઈન્ટરનેશનલ શિડ્યૂલને રદ્દ કર્યું છે. આ સિવાય અન્ય એક ફિલ્મનું શૂટિંગ પણ સ્થગિત કર્યું છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.