Western Times News

Gujarati News

ફાફડા, જલેબીના  મંડપો બાંધી ધંધો કરનારા પર તવાઈ

પ્રતિકાત્મક

(એજન્સી) અમદાવાદ, એએમસીના હેલ્થ વિભાગ દ્વરા દશેરા, દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને ફાફડા, જલેબી અને મીઠાઈના સેેમ્પલ લેવાનું નક્કી કરાયુ હતુ. આવતીકાલથી ત્રણ દિવસ ફાફડા, જલેબી બનાવવાની કાચી સામગ્રીના સેમ્પલ લેવાની ઝુૃંબેશમાં રોજના ૧પ સેમ્પલ લેવાશે. શહેરમાં રાત્રી સફાઈ કરવા માટે સોલીડ વેસ્ટ વિભાગને સુચના અપાઈ છે.

હેલ્થ કમિટીના ચેરમેન ભરત પટેલે કહ્યુ હતુ કે આજથી ચણાનો લોટ, ખાદ્યતેલ, ઘી વગેરેે સહિત કાચી માલસામગ્રીના સેમ્પલ લેવાની ઝુંબેશ શરૂ કરાશે. ખાસ કરીને શહેરમાં ઠેર ઠેર ચોરે અને ચોૈટે મંડપો બાંધીને અને હાટડીઓ ખોલીને દશેરાના દિવસે કરોડોનો ધંધો કરનાર પર ધોંસ વધારાશે.

ફાફડા, જલેબીના સેમ્પલ લેવાની ઝુૃંબેશ માટે હેલ્થ વિભાગ, ફુડ એન્ડ સેફટી વિભાગની બે ટીમને કામગીરી સોંપાઈ છે. ગુરૂવારે રાતે જ મોટા જથ્થામાં ફાફડા, જલેબી તૈયાર કરી દઈને શુક્રવારે દશેરાના દિવસે શહેરીજનોને પધરાવાશે.

શહેરમાં મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયાના કેસોમાં સતત વધારો થયો છે. અને પાણીજન્ય રોગચાળો પણ વકરી રહ્યો હોવાથી શહેરમાં પીવાના પાણીના સેમ્પલ લેવા, ફોંગીંગની કાર્યવાહી સઘન બનાવવા, ભંગાર અને ટાયરોની દુકાનો, વગેરેે સ્થળેે મચ્છરોના બ્રિડીંગ શોધી પગલાં લેવા તાકીદ કરાઈ છે.

મ્યુનિસિપલ હેલ્થ વિભાગમાં ફક્ત ૧૬ ફૂડ ઈન્સ્પેકટર જ છે. અને તેના કારણે ખાદ્ય ચીજાેના સેમ્પલ લેવાની કામગીરી અસરકારક રીતે થઈ શકતી નથી. શહેરના ૪૮ વોર્ડમાં ખાદ્યચીજાેના સેમ્પલ લેવા માટે પુરતા ઈન્સ્પેકટરો નથી. અને તેના કારણે ખાદ્યચીજાેમાં ભેળસેળ અટકાવી શકાતુ નથી. અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરનારાઓને પકડી શકાતા નથી અથવા તો અસરકારક કામગીરી થતી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.