Western Times News

Gujarati News

શામળાજી પૂનમના મેળામાં આવતા શ્રધ્ધાળુઓના બાઈકની ઉઠાંતરી કરનાર ઝડપાયો

પોલીસે ત્રણ વર્ષમાં ૧૫ બાઈક ચોરી કરનાર રાજસ્થાનીને દબોચ્યો

(તસ્વીરઃ જીત ત્રિવેદી, ભિલોડા) કેટલાક ચોર વર્ષમાં ગણતરીના દિવસોમાં ચોરીની ઘટનાને અંજામ આપતા હોય છે ત્યારે સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં પૂનમના દિવસે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવતા હોવાથી રાજસ્થાનના બે બાઈક ચોર ફક્ત પૂનમે બાઈક ચોરી કરી રફુચક્કર થઇ જતા હતા.

સતત પૂનમે બાઈક ચોરીની ઘટનાઓ નોંધાતા શામળાજી પોલીસ સતર્ક બની હતી આખરે પોલીસે બાતમીદારો સક્રીય કરી બાઈક ચોરને રતનપુર ચેકપોસ્ટ પરથી દબોચી લઈ છેલ્લા ત્રણ વર્ષમાં પૂનમના દિવસે ચોરી કરેલ ૧૫ બાઈક ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી ૫ બાઈક રીકવર કરી બાઈક ચોરીમાં સંડોવાયેલ અન્ય રાજસ્થાની ચોરને ઝડપી પાડવા ચક્રો ગતીમાન કર્યા હતા.

શામળાજી મંદિર વિસ્તારમાં સતત બાઈક ચોરીની ઘટનાને પગલે શામળાજી પોલીસ પર માછલાં ધોવાયા હતા શામળાજી પીએસઆઇ આશિષ પટેલ બાઈક ચોર ગેંગને ઝડપી પાડવા બાતમીદારો સક્રીય કરતા રતનપુર ચેકપોસ્ટ પર બાઈક ચોર બાઈક પર પસાર થવાનો હોવાની બાતમી મળતા પોલીસે વોચ ગોઠવી બાતમી આધારીત બાઈક ચાલક રાજસ્થાનના ભુવાલીના ગણપત રૂપાજી ડામોરને દબોચી લીધો હતો.

પોકેટકોપ એપ્લીકેશનની મદદથી બાઈક ચોરીની જણાઈ આવતા બાઈક ચોરને દબોચી લઇ આગવી ઢબે પુછપરછ કરતા બાઈક ચોરે છેલ્લા ત્રણ વર્ષમાં તેના ગામના રામા તેજા ડામોર સાથે મળી ૧૫ બાઈક ચોરી કરી હોવાની કબૂલાત કરી લેતા પોલીસે ચોરી કરેલ રૂ.૬૫ હજારની ૫ બાઈક રીકવર કરી જેલના સળિયા પાછળ ધકેલી દઈ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી બાઈક ચોરીના ગુન્હામાં સંડોવાયેલ રામા તેજા ડામોરને ઝડપી પાડવા રાજસ્થાન પંથકમાં શામળાજી પોલીસે ધામા નાખ્યા છે.*


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.