Western Times News

Gujarati News

લખીમપુર ખીરીમાં ખેડૂતોની હત્યા નિંદનીય, અમે રક્ષાત્મક નથી: ર્નિમલા સીતારામન

નવીદિલ્હી, કેન્દ્રીય નાણામંત્રી ર્નિમલા સીતારામને લખીમપુર ખીરી હિંસાને સંપૂર્ણરીતે નિંદનીય ઘટના ગણાવી કહ્યું હતું કે, ભારતના અન્ય ભાગમાં પણ આ પ્રકારની ઘટના થાય છે પરંતુ તેને તે સમયે જ ઉઠાવવી જાેઈએ. ઘટના જયારે ઘટિત હોય ન કે ત્યારે ઉઠાવવામાં આવે કે કોઈ રાજ્યમાં ભાજપની સરકાર હોવાનું કારણ મળે અને તેમને અનુકુળ લાગતું હોય ત્યારે.

અમેરિકાની સત્તાવાર યાત્રા પર પહોચેંલા ર્નિમલા સીતારામને લખીમપુર ખીરીમાં ચાર ખેડૂતોના મોત અને કેન્દ્રીય ગૃહ રાજ્ય મંત્રી અજય મિશ્રાના દીકરાની ધરપકડ અંગે હાવર્ડ કેનેડી સ્કૂલ દરમિયાન પૂછવામાં આવેલા સવાલમાં તેમણે જવાબ આપ્યો હતો.

તેમને પૂછવામાં આવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને વરિષ્ઠ મંત્રીઓ તરફથી આ અંગે કેમ કશું કહેવામાં આવ્યું નથી અને જયારે કોઈપણ આવી વાત પૂછે છે ત્યારે હમેશા કેમ બચાવ પક્ષમાં હોય તેવી પ્રતિક્રિયા આપવામાં આવે છે? તેમણે કહ્યું હતું કે, આવું સહેજેય નથી પરંતુ સારું છે કે, તમે આવી ઘટનાને ઉઠાવી છે જે સંપૂર્ણપણે નિંદનીય છે અને અમારામાંથી દરેક વ્યક્તિ આ કહી રહ્યા છે. કોઈ બીજી જગ્યાએ પણ થતી આવી હિંસા તે મારા માટે ચિંતાનો વિષય છે.

ર્નિમલા સીતારામને વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં આ પ્રકારની ઘટના અલગ અલગ ભાગમાં સમાન રૂપે થતી રહી છે. હું ઈચ્છું છું કે તમે અને ડો. અમર્ત્ય સેન સહિત ઘણા લોકો જે ભારતને જાણે છે. તેઓ જયારે પણ આવી ઘટનાને જાણે છે ત્યારે તેને ઉઠાવે અને દરેક વખતે ઉઠાવે. આ પ્રકારની ઘટના માત્ર તે સમયમાં ન ઉઠાવવામાં આવે કે જયારે તેને ઉઠાવવું અમારા માટે અનુકુળ ન હોય.

કારણકે આ ઘટના એવા રાજ્યમાં થઇ છે કે, જ્યાં ભાજપ સત્તામાં છે અને મારા એક સહયોગી કેબિનેટનો દીકરો કદાચ મુશ્કેલીમાં છે.તેમણે વધુમાં જણાવ્યું છે કે, આ ઘટના પાછળ કોનો હાથ છે તે જાણવા માટે જરૂરી તપાસ કરવામાં આવી રહી છે. આ વાત મારી પાર્ટી અને વડાપ્રધાનના બચાવ માટે નથી પરંતુ હું સંપૂર્ણપણે ભારત માટે અને ગરીબોના ન્યાય માટે વાત કરીશ. હું મજાક નથી કરી રહી અને જાે મજાક ઉડાડવામાં આવશે તો હું ઉભી થઈને પોતાના બચાવમાં કહીશે કે, માફ કરશો, આ તથ્યો પર ચાલો વાત કરીએ. આ મારો જવાબ હશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.