Western Times News

Gujarati News

સોનાની ઉપર રોડીયમનું પ્લેટીંગ કરીને દાણચોરી કરતાં ર ઝડપાયા

અમદાવાદ, કોરોના બાદ અમદાવાદ-દુબઈની ફલાઈટ શરૂ થતાંની સાથે જ દાણચોરીના કિસ્સાઓ સામે આવવા લાગ્યા છે.બુધવારે દુબઈથી અમદાવાદ આવેલા બે મુસાફરોએ રોડીયમ પ્લેટીગ કરેલા સોનાની ચેન અને બે કડા સાથે અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ધરપકડ કરી છે.

દાણચોરીની નવી મોડસ ઓપરેન્ડી પણ સામે આવી છે. દાણચોરીનું ૪૭૧ ગ્રામ અંદાજે રૂા.ર૩ લાખનું ર૪ કેરેટ ગોલ્ડ જપ્ત કરવામાં આવ્યું છે.

અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર દુબઈથી આવેલા બે મુસાફર ઈમીગ્રેશનમાં પાસપોર્ટ સ્કેન કરી કન્વેયર બેલ્ટ તરફ જતાં મુસાફરની શંકાસ્પદ હીલચાલ લાગતા કસ્ટમના અધિકારીઓને તેમના ચાંદી જેવી લાગતી જાડી ચેન અને પગમાં પહેરેલા ચાંદી જેવા કડાની તપાસ હાથ ધરી હતી.

જેમાં ર૪ કેરેટ ગોલ્ડ ઉપર રોડીયેમનું પ્લેટીગ કરાવ્યું હોવાનું સામે આવયું હતું આમ રોડીયમનો ઢોળ ચડાવીને સોનાની ચેન અને કડાની દાણચોરીની નવી ટેકનીક કસ્મના અધિકારીઓએ ઝડપી પાડી હીત. ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા એક યુવકને ઝભ્ભામાં બનાવેલ ખાસ ખિસ્સામાં ૧૪ આઈફોન સાથે કસ્ટમ વિભાગે ઝડપી પાડયો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.