Western Times News

Gujarati News

ર૧ દિવસમાં બાર કાઉન્સિલમાંથી ર૬૬૮ વકીલોએ સનદ મેળવી

અમદાવાદ, બાર કાઉન્સીલ ઓફ ગુજરાતમાંથી છેલ્લા ર૧ દિવસમાં રાજયના ર૬૬૮ વકીલોએ એનરોલમેન્ટ સનદ લીધી છે ૧ જાન્યુઆરી ર૦ર૧થી લઈને રપ સપ્ટેમ્બર ર૦ર૧ સુધી ૯ મહિનામાં રાજયના ૪પ૩૦ લોકોએ વકીલાત માટેની સનદ મેળવી છે. જેમાં ૧પર૦ મહીલા વકીલોનો પણ સમાવેશ થાય છે.

બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના રોલ પર નોધાયેલા કુલ ૧ લાખ ૪ હજાર વકીલો છે. જેમાં ર૭,૭૦૦ મહીલા વકીલો છે.આમ વકીલાતના વ્યવસાયમાં યુવકોની સાથે યુવતીઓ પણ વધારે પ્રમાણમાં જાેડાઈ રહી છે. બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના એનરોલમેન્ટ કમીટીના ચેરમેન અનીલ કેલ્લાએ જણાવ્યું હતું કે, દેશભરમાં ૧પ૦૦થી વધારે લો કોલેજ છે.

ગુજરાતમાં ૮૭ લો કોલેજાે આવેલી છે. વકીલાતના વ્યવસાયમાં યુવકો સાથે યુવતીઓ પણ આવી રહી છે. જેની પાછળ વકીલાતના વ્યવસાયમાં છેલ્લા ઘણા વર્ષોમાં રોજગારીની તકો ખુલી છે. જેમાં વિદેશી કંપનીઓનું પ્રમાણ ભારતમાં વધી રહયું છે. નવી ઉધોગનીતિના કારણે કોર્પોરેટ ક્ષેત્રમાં લો ઓફીસરની જગ્યા રાખવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.