Western Times News

Gujarati News

દેશમાં ૧૦૦ કરોડના રસીકરણનો ઢંઢેરો પીટાશે

નવીદિલ્હી, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાએ જણાવ્યું હતું કે, દેશમાં ૧૦૦ કરોડ લોકોને રસીકરણ કરવામાં આવશે. ત્યારબાદ તેનો ઢંઢેરો પીટવામા આવશે. જાહેર સ્થળોએ રેલવે સ્ટેશને એરપોર્ટ ઉપર બસ સ્ટેશનો ઉપર જાહેરાતો મુકવામાં આવશે.

વિવિધસરકારી સ્થળોએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે. આ જાહેરાત દરમ્યાન તેમણે તાજેતરમાં તમામ મુખ્ય રાજયોમાંથી રાષ્ટ્રીય આરોગ્ય મિશનના મુખ્ય સચીવો અને મિશન ડીરેકટરો સાથે કોરોના રસીકરણની પ્રગતીની સમીક્ષા કરી હતી. જેમાં તેઓએ ૧૯ રાજયોને કોરોના વેકિસનેશનની સ્પીડ વધારવા કહયું હતું

કે જેથી ભારત ટુંક સમયમાં કોરોના વેકસીનના ૧૦૦ કરોડ ડોઝના લક્ષ્યને પાર કરી જાય. આ સિવાય તેઓએ તહેવારોની ઉજવણી કોરોના સેફટી પ્રોટોકલ અનુસાર ન થતી હોવા અંગે પણ ટકોર કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.