Western Times News

Gujarati News

૯ કલાક ૫૧ પબમાં ફરીને દારુ પીને રોકોર્ડ કર્યો

નવી દિલ્હી, દુનિયામાં અનેક પ્રકારના લોકો છે, જેમની અજીબોગરીબ હરકતો સાંભળીને આશ્ચર્ય થશે. કેટલીક વાર ઉીૈઙ્ઘિ વર્લ્‌ડ રેકોર્ડ બનાવવા માટે જાણી જાેઈને આ પ્રકારની હરકતો કરવામાં આવે છે. બ્રિટનમાં એક વ્યક્તિએ આવી જ હરકત કરી છે. તેણે ૯ કલાકમાં ૫૧ બારમાં દોડી દોડીને શરાબ પીધી હતી.

મેટ એલિસ નામના વ્યક્તિએ અજીબોગરીબ હરકત કરી છે. ૪૮ વર્ષીય મેટે ગિનીસ વર્લ્‌ડ રેકોર્ડમાં નામ નોંધાવવા માટે ૯ કલાકમાં ૫૧ પબમાં ફર્યો અને દરેક પબમાં ૧૨૫ મિલિલીટર શરાબ પીધી હતી. આ શરાબ પીવામાં મેટે ૪ મિનિટ સુધીનો સમય લીધો હતો.

મેટ એલિસ ઈંગ્લેન્ડમાં કેમ્બ્રિજશાયરના સેંટ નિયોટ્‌સમાં રહે છે. મેટને જ્યારે ખબર પડી કે, દુનિયામાં માત્ર એક વ્યક્તિએ જ ૧૨ કલાકમાં સૌથી વધુ પબમાં જવાનો રેકોર્ડ બનાવ્યો છે. મેટે આ રેકોર્ડ તોડવાનું નક્કી કરી લીધું. ગિનીસ બુક વર્લ્‌ડ રેકોર્ડ બનાવવા માટે ૫૦ અલગ અલગ બારમાં જવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.

મેટે આ રેકોર્ડ બનાવવા માટે ખૂબ જ ભાગદોડ કરી હતી. તે દરમિયાન મેટની સાથે એજન્સીનો એક સાક્ષી પણ તેમની સાથે હતો. મેટને પબમાં જવું ખૂબ જ પસંદ છે, આ કારણોસર તેમને આ ટાસ્ક ખૂબ જ પસંદ હતો. એલિસને દરેક પબમાં જઈને ડ્રિંક માટે ઓછામાં ઓછા ૪.૨ ઔંસનો ખર્ચ કરવાનો હતો.

મેટ ૮ કલાક ૫૨ મિનિટ અને ૩૭ સેકન્ડમાં કુલ ૫૧ પબમાં ગયો હતો. એજન્સી તરફથી એલિસને તમામ પબમાંથી સાક્ષી મળી ગયા, ત્યારે તેમનું નામ ગિનીઝ બુક ઓફ વર્લ્‌ડ રેકોર્ડમાં નોંધવામાં આવ્યું. મેટે રવિવારે બ્રેકફાસ્ટ કર્યા બાદ પબમાં જવાનું શરૂ કર્યું હતું.

મેટ માની રહ્યો છે કે તેણે રેકોર્ડ બનાવવા દરમિયાન કુલ ૬.૩ લીટર ડ્રિંક પી લીધી હશે. જે બાદ રવિવારે રાત્રે તેણે વારંવાર વોશરૂમ જવું પડ્યું હતું. રેકોર્ડ બનાવવા માટેની તેમની આ મહેનત સફળ થઈ છે. હાલમાં તેમણે સૌથી ઓછા સમયમાં ૫૧ પબમાં જઈને ડ્રિંક પીવાનો રેકોર્ડ બનાવ્યો છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.