Western Times News

Gujarati News

અમરેલીમાં સિંહના ઘાતક હૂમલાથી બાળકીનું મોત નિપજયું

પ્રતિકાત્મક

અમરેલી, સાવરકુંડલાના ગોરડકા ગામ મોડી રાત્રે એક વાડીમાંથી આઠ વર્ષની બાળકીને સિંહ ફાડી ખાધી હતી. આ ઘટનાની જાણ સવારે વાડી માલિકને થતા વાડી માલિકે વનવિભાગને જાણ કરતા વનવિભાગ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું. અમરેલી જિલ્લામાં સાવજાેને દીપડાનો વસવાટ છે ત્યારે સાવરકુંડલા તાલુકાના ગોઠડા ગામે એક વાડીમાંથી આઠ વર્ષની બાળકીને સિંહ ઉપડી ગયો હતો.

બાળકીને ફાડી ખાધી હતી. પ્રાણીઓના હુમલાની વાત કરીએ તો સામાન્ય રીતે દીપડાઓ મનુષ્ય પર હુમલા કરતા હોય છે, પરંતુ વનવિભાગના પ્રાથમિક તારણ મુજબ આ વિસ્તારમાં સિંહોનો વસવાટ હોવાથી આ બાળકીને સિંહે ફાડી ખાધી હોય તેઓ વનવિભાગનું પ્રાથમિક તારણ છે.

આ ઘટનાની જાણ થતા આસપાસના વિસ્તારોમાંથી લોકો એકઠા થઇ ગયા હતા અને સમગ્ર ગોરડકા ગામના લોકો માં ફફડાટ ફેલાઈ ગયો છે. ગોરડકા ગામના સાદુળભાઈ ચાંદની વાડીમાં થોડા દિવસ પહેલાં જ દાહોદ થી ખેત મજૂરી કરવા માટે એક પરિવાર આવ્યો હતો. ત્યારે આ વાડીમાં પરિવારના લોકો સુતા હતા અને આઠ વર્ષની સંગીતા ઉપર તે હુમલો કરી નજીકના વિસ્તારમાં લઈ જઈએ ને ફાડી ખાધી હતી.

ગોરડકા ગામના સાદુળભાઈ ચાંદુની વાડીમાં ખેત મજૂર પરિવારના સભ્યો જ્યારે ઊંઘી રહ્યો હતો, ત્યારે ૮ વર્ષની બાળકી સંગીતા ઉપર અચાનક સિંહે હુમલો કરી દેતા ત્યારબાદ સંગીતાને નજીકની વિસ્તારમાં લઈ જઈ ને ફાડી ખાધી હતી.

પરિવાર જ્યારે સવારમાં ઊઠ્‌યો ત્યારે સંગીતા ગાયક હતી ત્યારે આ ઘટનાની જાણ વાડી માલિક સાર્દુલભાઇને કરતા તેમણે શોધખોળ શરૂ કરી હતી. નજીકના વિસ્તારમાંથી જ પ્રાણીઓએ ફાડી ખાધેલી સંગીતાની ડેડ બોડી મળી હતી. આ ઘટનાની જાણ વાડી માલિકે વનવિભાગને કરતા વનવિભાગ તુરંત જ ઘટનાસ્થળે પહોંચી ગયું હતું.

આ ઘટનાની જાણ વન વિભાગને થતાં વન વિભાગ તુરંત જ ઘટનાસ્થળે પહોંચીને આસપાસના વિસ્તારના એરિયામાં પ્રાણીઓની ગોતવાની તજવીજ હાથ ધરી હતી. વનવિભાગ દ્વારા જંગલી પ્રાણીના પગલાંને કારણે સિંહ હુમલો કર્યો હોય તેઓ વનવિભાગનું પ્રાથમિક અનુમાન છે. અમરેલી જિલ્લામાં દીપડા અને સિંહોનો વસવાટ છે તેને લઈને ભૂતકાળમાં પણ મનુષ્ય પર અનેક હુમલાના બનાવો બન્યા છે ત્યારે આ ઘટનાથી ગોરડકા ગામ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.