Western Times News

Gujarati News

ગીરમાં પ્રવાસીઓ માટે સિંહદર્શન શરૂ કરાયું

ગાંધીનગર, ગીરના સિંહોનું વેકેશન પૂર્ણ થતા હવે આજથી પ્રવાસીઓ ફરીથી સિંહ દર્શન કરી શકશે. વેકેશનમાં પ્રવાસીઓ સિંહદર્શન કરી શકે તેના માટે એન્ડવાન્સ પરમિટ બુકિંગની શરૂઆત પણ કરવામાં આવી છે. ત્યારે આજે સવારે સાસણ ડીએફઓ, સરપંચ સહિત વન વિભાગના સ્ટાફની હાજરીમાં સિંહ દર્શનને લીલી ઝંડી આપવામાં આવી છે.

જૂનાગઢના ગીર અભ્યારણમાં પ્રથમ દિવસે સિંહ દર્શન માટે પ્રવાસીઓની ભીડ જાેવા મળી. ગીરના સાવજનું વેકેશન પૂર્ણ થતા આજથી સિંહ દર્શનની શરૂઆત થઈ. જેમાં પ્રથમ દિવસે જ ૧૫૦થી વધુ પ્રવાસીઓએ બુકિંગ કરાવ્યું છે. ૧૬ જૂનથી ૧૫ ઓક્ટોબર સુધી અભ્યારણ બંધ રહ્યુ હતું.

પરંતુ આજથી ફરી સિંહ દર્શન શરૂ થતા પ્રવાસીઓમાં ઉત્સાહ જાેવા મળ્યો. સિંહ દર્શનનો લ્હાવો લેવા આવતા પ્રવાસીઓએ ખુબ જ આનંદ વ્યક્ત કર્યો હતો. સાથે દિવાળીની રજાઓમાં સિંહ દર્શનની મજા માણવા સહેલાણીઓ એડવાન્સ બુકિંગ કરી રહ્યા છે. ત્યારે દિવાળીના તહેવારમાં વધુ પ્રવાસીઓ ઉમટે તેવો અંદાજ છે.

હાલ તો ગીર પંથકમાં સારા વરસાદ બાદ અભ્યારણમાં સોળે કળાએ ખીલેલી પ્રકૃતિ વચ્ચે પ્રવાસીઓ સિંહ દર્શનનો આનંદ માણી રહ્યા છે. સાસણ ડીએફઓ, સરપંચ સહિત વન વિભાગના સ્ટાફની હાજરીમાં સિંહ દર્શનને લીલી ઝંડી આપવામાં આવી. સાસણ ગીરના ડીએફઓ મોહન રામે જણાવ્યું કે, આજથી સાસણ ગીર અભ્યારણ પ્રવાસીઓ માટે ખુલ્લું મૂકાયુ છે.

પહેલા દિવસથી જ ઓનલાઈન પરમીટ ફૂલ થઈ ગઈ છે. સાસણ સિંહ સદન ખાતેથી પ્રવાસીઓની પ્રથમ ટ્રીપ રવાના કરાઈ છે. ફુલગુલાબી ઠંડી વચ્ચે ગીરના જંગલમાં પ્રવાસીઓમાં અનેરો ઉત્સાહ જાેવા મળ્યો. પ્રવાસીઓ ગીર અભ્યારણની મુલાકાત લેવા માટે ઉત્સુક છે.

સાસણ ગીરની પ્રથમ મુલાકાત લેનાર મુંબઈના પરિવારે પણ ખુશી વ્યક્ત કરી. દિવસ દરમ્યાન વનવિભાગ દ્વારા ૧૫૦ પરમીટ ઇસ્યુ કરવામાં આવે છે. કોરોનાનું સંક્રમણ ઓછું થતા સિંહ દર્શન માટે પ્રવાસીઓમાં ભારે આનંદ જાેવા મળ્યો.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.