Western Times News

Gujarati News

ભારતીય નોટ ઉપર કિંમત કેટલી ભાષામાં લખવામાં આવે છે, જાણો છો

પ્રતિકાત્મક

માર્કેટમાં કેટલી કરન્સી છે એનો ખ્યાલ આવે એટલે આરબીઆઈ દ્વારા નોટો ઉપર સીરિયલ નંબર નાંખવામાં આવે છે. રૂપિયા ભારત ઉપરાંત ઈન્ડોનેશિયા, મોરેશિયસ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાની કરન્સી છે

ભારતમાં કરન્સીનો ઈતિહાસ રપ૦૦ વર્ષ જૂનો છે. એની શરૂઆત એક રાજા દ્વારા કરવામાં આવી હતી. તમારી પાસે અડધી નોટ પણ ફાટેલી હોય તો બેંકમાં જઈને બદલી શકો છો. અંગ્રેજાેના રાજયમાં તેમણે ભારતની કરન્સી પાઉન્ડ કરી નાંખી હોત પરંતુ એ વખતે ભારતીય ચલણ રૂપિયો એટલો મજબુત હતો કે તેને પાઉન્ડમાં કન્વર્ટ કરવો તેમના માટે શક્ય નહોતું.

૧૯૧૭ની વાત કરીએ તો એ વખતે એક રૂપિયો ૧૩ ડોલર સમાન હતો. ૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્યારે ૧ રૂપિયો ૧ ડોલર કરી દેવામાં આવ્યો. પછી ધીરેધીરે ભારત ઉપર દેવું વધવા લાગ્યું. દેવું ચુકતે કરવા ઈંદિરા ગાંધીએ રૂપિયાની કિંમત ઘટાડવાનું નકકી કર્યું. એ પછી આજ સુધી રૂપિયાની કિંમત ઘટી રહી છે.

દરેક ભારતીય નોટ ઉપર કોઈ ને કોઈ વસ્તુની છબી છાપવામાં આવી છે, પરંતુ બધી નોટમાં ગાંધીજીની છબી કોમન છે. કદાચ તમે ધ્યાનથી ન જાેયું હોય તો જાેજાે, ભારતીય નોટ ઉપર તેની કિંમત ૧પ ભાષામાં લખવામાં આવે છે. ૧ રૂપિયામાં ૧૦૦ પૈસા હશે એ વાત ૧૯પ૭માં લાગુ કરવામાં આવી હતી.

આરબીઆઈએ ૧૯૩૮માં પહેલી વખત પાંચ રૂપિયાની નોટ છાપી હતી. એના ઉપર કિંગ જયોર્જ-૬ નું ચિત્ર હતું. એ જ વર્ષે ૧૦,૦૦૦ની નોટ પણ છાપવામાં આવી હતી, પરંતુ ૧૯૭૮માં તેને સંપૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવી હતી.

ભારતીય નોટ કોઈ સામાન્ય કાગળમાંથી બનાવવામાં આવતી નથી. તેને બનાવવા માટે કોટનના કાગળનો ઉપયોગ કરવામાં આવે છે. એક સમય એવો હતો કે, બાંગ્લાદેશ બ્લેડ બનાવવા માટે ભારતમાંથી પાંચ રૂપિયાનો સિક્કો મંગાવતા હતા. પાંચ રૂપિયાનો એક સિક્કામાંથી છ બ્લેડ બનતી હતી. એક બ્લેડની કિંમત ર રૂપિયા હતી. તેથી બ્લેડ બનાવનારને સારો એવો ફાયદો થતો હતો. એ પછી ભારત સરકારે સિક્કા બનાવવાનું વપરાતું મેટલ જ બદલી નાખ્યું.

આઝાદી પછી સિક્કા તાંબામાંથી બનતા હતા. એ પછી ૧૯૬૪માં એલ્યુમિનિયમ અને ૧૯૮૮માં સ્ટેનલેસ સ્ટીલમાંથી બનવા લાગ્યા. ભારતીય નોટ ઉપર મહાત્મા ગાંધીજીનો ફોટો છપાય છે એ ફોટો જયારે ગાંધીજી બર્મા અને ભારતમાં બ્રિટિશ સેક્રેટરી તરીકે કાર્ય કરતા હતા તે સમયનો હતો. તેઓ ફ્રેડરિક પેથિક લોરેન્સની સાથે કોલકાતામાં આવેલા વાઈસરોય હાઉસમાં મુલાકાત લેવા ગયા હતા. આ ફોટો ૧૯૯૬થી છપાવવાની શરૂઆત થઈ હતી. એ પહેલાં અશોક સ્તંભ છાપવામાં આવતો હતો.

પ૦૦ની નોટ ૧૯૮૭માં અને ૧૦૦૦ની પહેલી નોટ ર૦૦૦માં બનાવવામાં આવી હતી. હાલમાં ૧૦૦૦ની નોટ બંધ થઈ ચૂકી છે. અને પ૦૦ની નવી નોટ માર્કેટમાં આવી ગઈ છે. ર૦૦૦ની પહેલી નોટ ર૦૧૬માં બનાવવામાં આવી હતી. ભારતમાં ૭પ, ૧૦૦ અને ૧૦૦૦ રૂપિયાનો સિક્કો છપાઈ ચુકયો છે.

પહેલાં એક રૂપિયાની નોટ ભારત સરકાર દ્વારા અને ર થી ૧૦૦૦ રૂપિયાની નોટ આરબીઆઈ દ્વારા બહાર પાડવામાં આવતી હતી. માર્કેટમાં કેટલી કરન્સી છે એનો ખ્યાલ આવે એટલે આરબીઆઈ દ્વારા નોટો ઉપર સીરિયલ નંબર નાંખવામાં આવે છે. રૂપિયા ભારત ઉપરાંત ઈન્ડોનેશિયા, મોરેશિયસ, નેપાળ, પાકિસ્તાન અને શ્રીલંકાની કરન્સી છે.

આપણને થાય કે આરબીઆઈ ઈચ્છા થાય એટલે નોટ છાપી શકતી હશે? તો ના. આરબીઆઈ ૧૦,૦૦૦ સુધીની નોટો છાપી શકે છે. એનાથી વધારે કિંમતની નોટ છાપવી હોય તો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયન એકટ, ૧૯૩૪માં પરિવર્તન લાવવું પડે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.