Western Times News

Gujarati News

પાકિસ્તાનમાં પણ પેટ્રોલની કિંમતમાં વધારો

Files Photo

ઈસ્લામાબાદ, ભારતની જેમ પાકિસ્તાનમાં પણ પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. શનિવારે પાકિસ્તાનમાં એક વાર ફરી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જોવા મળ્યો છે. પેટ્રોલ 10.49 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલના ભાવમાં 12.44 રૂપિયા પ્રતિ લિટરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જોકે માત્ર મોંઘવારી જ નહીં પરંતુ પાકિસ્તાનના નેતાઓના નિવેદન પણ જનતાની પરિસ્થિતિને ખરાબ કરવાનુ જ કામ કરી રહ્યા છે. આ વખતે માહિતી અને પ્રસારણ મંત્રી ફવાદ ચૌધરીનુ એક નિવેદન ચર્ચામાં છે.

ફવાદ ચૌધરીએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયેલી તાજેતરની વૃદ્ધિને સાચી ઠેરવતા કહ્યુ કે જો ગ્લોબલ સ્તર પર વૃદ્ધિ થાય છે તો પાકિસ્તાનમાં પણ તે જ હિસાબથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એડજસ્ટ કરવામાં આવી રહ્યુ છે. તેમણે લખ્યુ કે એક ખાસ પ્રકારનો પ્રોપેગેન્ડા ફેલાવવામાં આવી રહ્યો છે અમે લોકો ધરતી પર નહીં પરંતુ કોઈ બીજા ગ્રહ પર રહેતા હોય. સમગ્ર દેશ સબસિડી પર ચાલી શકતો નથી. જો દુનિયામાં પણ કિંમતો ઘટશે તો પાકિસ્તાનમાં પણ ઘટવાની શરૂ થઈ જશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.