Western Times News

Gujarati News

મમતા બેનર્જી અને તેમની પાર્ટી ભાજપની બી ટીમ

File photo

TMCએ કોંગ્રેસ મહિલા પાંખના પ્રમુખને પાર્ટીમાં સામેલ કર્યા બાદ બંને પક્ષો વચ્ચેનું અંતર વધવા લાગ્યું

નવી દિલ્હી,  કોંગ્રેસે ફરી એકવાર તૃણમૂલ કોંગ્રેસ પર આક્રમક વલણ અપનાવ્યું છે, લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ટીએમસીને ભાજપની બી ટીમ ગણાવી છે. સંસદમાં કોંગ્રેસ સાથે ખભેખભો મિલાવીને કામ કરતી તૃણમૂલ કોંગ્રેસ અને કોંગ્રેસ હવે અલગ થઈ ગઈ છે.

થોડા મહિના પહેલા સોનિયા ગાંધીની આગેવાની હેઠળની સમાન વિચારધારા ધરાવતી પાર્ટીની વર્ચ્યુઅલ બેઠક વિપક્ષને એક કરવા અને ભાજપને રોકવા માટે યોજાઈ હતી, જેમાં મમતા બેનર્જીએ પણ ભાગ લીધો હતો, પરંતુ હવે એવું લાગે છે કે બંને પક્ષો વચ્ચેનો સંબંધ સામાન્ય નથી.

ટીએમસીએ કોંગ્રેસ મહિલા પાંખના પ્રમુખને પોતાની પાર્ટીમાં સામેલ કર્યા બાદ બંને પક્ષો વચ્ચેનું અંતર વધવા લાગ્યું હતું, ત્યારબાદ ટીએમસીએ ગોવામાં કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાને ગોવાના ચહેરા તરીકે જાહેર કરતા પોતાનો ઇરાદો વ્યક્ત કર્યો હતો.

લોકસભામાં કોંગ્રેસના નેતા અધીર રંજન ચૌધરીએ ટીએમસી પર હુમલો કરતાં કહ્યું હતું કે, મમતા બેનર્જી અને તેમની પાર્ટી ભાજપની બી ટીમની જેમ કામ કરે છે. તેથી મમતા બેનર્જીની પાર્ટી ભાજપનો વિરોધ કરતી નથી. તેમના પક્ષના નેતાઓ ફક્ત કોંગ્રેસને ઘેરવાનું કામ કરે છે. બંને પક્ષો સાંઠગાંઠ બની ગયા છે.

રાષ્ટ્રીય સ્તરે ટીએમસીના વિસ્તરણના મુદ્દે અધીર રંજને કહ્યું હતું કે, ટીએમસીએ બંગાળમાં માત્ર ૪ ટકા મત મેળવ્યા છે, બંગાળનો અર્થ એ છે કે હિન્દુસ્તાન નહીં હિન્દુસ્તાન એટલે બંગાળ નહીં ટીએમસી આ ગેરસમજ દૂર કરી લે. ભાજપ ઇચ્છે છે કે વિપક્ષ મજબૂત ન થઈ શકે તે બદલ ટીએમસી જેવી પાર્ટીને આગળ ધપાવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગત શનિવારે યોજાયેલી કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં પણ ટીએમસીનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.