Western Times News

Gujarati News

દ. આફ્રિકા બાદ નામીબિયાએ “સ્પૂતનિક-વી”ના ઉપયોગ પર લગાવ્યો પ્રતિબંધ

સ્પૂતનિક-વી વેક્સીનને વિકસિત કરનાર જમેલિયા રિસર્ચ ઇન્સ્ટિટ્યુટે પરંતુ આ ર્નિણય પર નારાજગી વ્યક્ત કરી

નામીબિયા,  નામીબિયા રશિયાની કોરોના વેક્સીન સ્પૂતનિક-વીના ઉપયોગ પર પ્રતિબંધ લગાવશે. દેશના સ્વાસ્થ્ય મંત્રાલયે શનિવારે તેની જાણકારી આપી છે. થોડા સમય પહેલા જ પાડોશી દેશ દક્ષિણ આફ્રિકાએ સ્પૂતનિક વેક્સીનને લઈને ચિંતા વ્યક્ત કરી હતી ત્યારબાદ નામીબિયા તેના ઉપયોગ પર પ્રતિબંધ લગાવશે.

હકીકતમાં તે માનવામાં આવી રહ્યું છે કે સ્પૂતનિક-વી વેક્સીન લેનારા પુરૂષોમાં એચઆઈવી થવાની આશંકા અનેક ગણી વધી જાય છે.

સ્પૂતનિક-વી વેક્સીનને વિકસિત કરનાર જમેલિયા રિસર્ચ ઇન્સ્ટિટ્યુટે પરંતુ આ ર્નિણય પર નારાજગી વ્યક્ત કરી છે. ઇન્સ્ટિટ્યુટે કહ્યું કે નામીબિયાનો ર્નિણય કોઈ વૈજ્ઞાનિક પૂરાવા કે રિસર્ચ પર આધારિત નથી. દક્ષિણ આફ્રિકી નિયામકએ ર્નિણય લીધો છે કે તે પોતાના દેશમાં સ્પૂતનિક-વીના ઇમરજન્સી ઉપયોગને મંજૂરી આપશે નહીં.

તેની પાછળ દવા નિયામકે કહ્યુ કે, કેટલાક રિસર્ચથી તે સામે આવ્યું છે કે સ્પૂતનિક-વીમાં એડેનોવાયરસ ટાઇપ ૫ વેક્ટર છે, જેના ઉપયોગથી પુરૂષોમાં એચઆઈવી થવાની આશંકા વધી જાય છે. નામીબિયાના સ્વાસ્થ્ય મંત્રાલયે એક નિવેદન જાહેર કરી કહ્યું કે,

રશિયન વેક્સીનના ઉપયોગને બંધ કરવાનો ર્નિણય આ ચિંતા સામે આવ્યા બાદ લેવામાં આવ્યો છે કે સ્પૂતનિક વી લેનારા પુરૂષોમાં સંભવતઃ એચઆઈવી થવાની આશંકા વધી જાય છે. મહત્વનું છે કે ભારતમાં પણ સ્પૂતનિક-વી વેક્સીનને ઇમરજન્સી ઉપયોગની મંજૂરી મળી ગઈ છે. પરંતુ હજુ સુધી તેવી કોઈ આશંકા સામે આવી નથી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.