Western Times News

Gujarati News

રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ બાઇક રેલીનું ખેડા જિલ્લાના ડભાણ ખાતે સ્વાગત કરાયુ

(પ્રતિનિધિ)નડિયાદ, કચ્છના લખપતથી શરૂ થયેલ બાઇક રેલી તા . ૨૭ ના રોજ કેવડીયા ખાતે સમાપન થશે લખપતથી શરૂ થયેલ બાઇક રેલી સમગ્ર વિશ્વને એકતાનો સંદેશ પૂરો પડશે – વિધાનસભાના દંડક પંકજભાઇ દેસાઇ રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના ભાગરૂપે કચ્છના લખપતથી શરૂ થયેલ બાઇક રેલી આજે સવારે નડીઆદ તાલુકાના ડભાણ ખાતે આવી હતી .

આ બાઇક રેલીમાં ૨૫ બાઇક સવાર સાથે કુલ ૭૫ પોલીસ કર્મીઓ જાેડાયા હતા . જ્યારે નડીઆદથી બીજા ૪૫ બાઇક સવાર રેલીમાં સામેલ થયા હતા . આ રેલીને ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇ , જિલ્લા કલેકટર કે.એલ.બચાણી , પોલીસ અધિક્ષક અર્પીતા પટેલ ,

જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઇ પટેલ, અજયભાઈ બ્રહમભટ્ટ, ગામના સરપંચશ્રી તથા ઉપસ્થિત ગ્રામજનો અને પોલીસ કર્મચારીઓ દ્વારા ફુલહાર થી બાઇક સવારોનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું . ત્યારબાદ આ બાઇક રેલી નડીઆદ શહેરના સરદાર પટેલ સર્કલ , સરદાર પટેલ પ્રતિમા , ર્ડા.બાબાસાહેબ આંબેડકર પ્રતિમા , સંતરામ મંદિર સર્કલ થઇ સરદાર પટેલના જન્મ સ્થળ દેસાઇ વગો ખાતે પહોંચી હતી .

જ્યાં મુખ્ય દંડક પંકજભાઇ અને ઉપસથિત મહાનુભાવો દ્વારા સરદારશ્રીની તસ્વીરને સુતરની આંટી પહેરાવી વંદન કર્યા હતા . ત્યારબાદ રેલી મહાગુજરાત સર્કલ , પારસ સર્કલ થઇ ઇપ્કોવાલા હોલ ખાતે પહોંચી હતી . ઇસ્કોવાલા હોલ ખાતે આવી પહોંચેલ આ બાઇક રેલીનું ઉપસ્થિત મહાનુભાવો અને નગરજનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું .

ત્યારબાદ યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા પોલીસ વડા અર્પિતાબેન પટેલે સ્વાગત પ્રવચન કરી બાઇક સવારોને અભિનંદન પાઠવતા જણાવ્યું કે આ રેલી દ્વારા એકતાનો સંદેશ ગામે ગામ પહોંચી રહ્યો છે . આઝાદીના અમૃત મહોત્સવ દિવસની ઉજવણીના ભાગરૂપે અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના અનુસંધાને આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે . લખપતથી શરૂ થયેલ અને કેવડીયા ખાતે સમાપન થનાર આ બાઇક રેલી સમગ્ર વિશ્વને એકતાનો સંદેશ પૂરો પાડે છે તેમ ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક પંકજભાઇ દેસાઇએ જણાવ્યું હતું .

તેઓશ્રીએ જણાવ્યું કે શ્રી સરદાર પટેલ રાષ્ટ્રીય એકતાની મિશાલ છે . વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેઓએ સરદાર પટેલ જન્મ જયંતિને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવાનું શરૂ કરેલ હતું . સરદાર પટેલની ૧૪૬ મી જન્મ જયંતિ પ્રસંગે ભાવાંજલી આપતા પંકજભાઇએ વધુમાં જણાવ્યું કે સરદાર પટેલ એક વિશ્વ વિભૂતી છે . નવી પેઢીને સરદારશ્રીના વિચારો અને કાર્યોથી માહીતગાર કરવા રેલી ખૂબ ઉપયોગી બની રહેશે .

આ બાઇક રેલીનું તા . ૨૭ મીએ કેવડીયા ખાતે સમાપન થશે ત્યારે કેવડીયા ખાતે રાષ્ટ્રીય એકતા અંગેના વિવિધ કાર્યક્રમો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવનાર છે . કેવડીયામાં સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એક વૈશ્વીક ઓળખ અને પ્રવાસનનું પસંદગીનું સ્થળ બની ગયું છે . તેમ તેઓશ્રીએ ઉમેર્યુ હતું . આ બાઇક રેલીમાં જાેડાયેલ મહિલા બાઇક સવાર પોલીસ કર્મીઓની નારી શક્તિને વંદન કરી તેમની હિંમતને બિરદાવી હતી .

પ્રાંત અધિકારીશ્રી એમ.કે.પ્રજાપતિએ પ્રાસંગીક ઉદબોધન કરતાં જણાવ્યું કે દેશ અનેક ધર્મો , ભાષાઓ અને સંપ્રદાય વહેંચાયેલો છે ત્યારે સ્વતંત્ર્યતા અને રાષ્ટ્રીય એકતા ખૂબ જરૂરી છે . સરદાર પટેલે દેશના ૫૬૨ દેશી રજવાડાઓનું એકીકરણ કરી અખંડ ભારતનું નિર્માણ કરેલ છે . જેથી તેઓને ભારતના બિસ્માર્ક પણ કહેવામાં આવે છે . આ પ્રસંગે તેઓશ્રીએ તમામ બાઇક સવારોને અભિનંદન પાઠવ્યા હતા .

નડીઆદ નગરપાલિકાના પ્રમુખ રંજનબેન વાઘેલાએ તેઓના પ્રાસંગિક પ્રવચનમાં એકતાનો સંદેશ લઇને આવેલ બાઇક રેલીને અભિનંદન આપી શુભકામનાઓ પાઠવી હતી . અંતમાં આભાર વિધિ નાયબ પોલીસ અધિક્ષક જી.એસ.શયાન એ કરી હતી આ કાર્યક્રમમાં બાઇક સવારો , પોલીસ કર્મીઓ તથા નગરજનો મોટી સંખ્યામાં હાજર રહી બાઇક સવારોને પ્રોત્સાહીત કર્યા હતા .


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.